- 18 માંથી 15 બેઠકો બિનહરીફ થતાં માત્ર 3 બેઠકો માટે યોજાઈ ચૂંટણી
- કુલ 12 મતદાન કેન્દ્રો પર 3,919 સભાસદોએ મતદાન કર્યું
- સોમવારે જાહેર થશે પરિણામ
સુરત: જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા ખાતે આવેલી ધી કડોદરા નાગરિક ધિરાણ અને બચત સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિની કુલ 18 બેઠકો પૈકી 15 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ થયા હતા. જેથી. રવિવારના રોજ બાકી રહેલી 3 બેઠકો પર સહકાર અને પરિવર્તન પેનલના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ ખેલાયો હતો. જેમાં કુલ 41.71 ટકા મતદાન થયું હતું.
9,394 મતદારોમાંથી 3,919 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો
કડોદરા નાગરિક ધિરાણ અને બચત મંડળીની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં સહકાર અને પરિવર્તન પેનલ વચ્ચે સીધી જંગ હતી. કુલ 18 પૈકી 15 બેઠકો પર સહકાર પેનલના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. આથી માત્ર 3 બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. આજે યોજાયેલી ચૂંટણી માં ત્રણ બેઠકો માટે કુલ 9394 મતદારોમાંથી 3919 મતદારોએ 12 મતદાન કેન્દ્રો પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો કુલ 41.71 ટકા મતદાન થયું હતું.
26 વર્ષના ઇતિહાસમાં બીજી વખત ચૂંટણી