બારડોલીના 3 યુવાનો 370 કિલોમીટર યાત્રા કરી પહોંચશે ગાંધીનગર - જમ્મુ-કાશ્મીર
સુરતઃ બારડોલીના ત્રણ યુવાનો દ્વારા દેશને નામ એક અનોખી સાયકલ રાઈડનું આયોજન કર્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરની 370 કલમ મુદ્દે લેવાયેલા નિર્ણયના સમર્થનમાં આ યુવાનો બારડોલીથી ગાંધીનગર સુધી 370 કિલોમીટરની રાઈડ કરી મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે મુલાકાત કરવાનો નિર્ણય કર્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા દેશહિતમાં 370માં ફેરબદલનો નિર્ણય લીધો છે. અખંડ ભારતના નિર્માણનું સ્વપ્ન જમ્મુ કાશ્મીરની 370 કલમના કારણે અધુરું રહ્યું હતું. જે ભારત સરકાર દ્વારા આ કલમમાં ફેરબદલ કરી ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. જેના સમર્થનમાં બારડોલીના ત્રણ યુવાનો 370 કિલોમીટર સાયકલ રાઈડ કરીને સરકારના નિર્ણયને વધાવશે. સુરત જિલ્લાના બારડોલી પ્રદેશના યોગેશ પટેલ, અશોક મકવાણા અને નિલેશ પંચાલ દ્વારા એક રાષ્ટ્ર, એક ધ્વજ અને એક રાઈડના વિચાર સાથે આ રાઈડ યોજવામાં આવશે. ગુરુવારે આ ત્રણેય યુવાનો 370 કિલોમીટરના લક્ષ્યાંકને 24 કલાકમાં પૂર્ણ કરવાના હેતુથી રાઈડ કરી ગાંધીનગર પહોંચશે.