ગુજરાત

gujarat

ETV Bharat / state

માકણા ગામના બે ભાઈઓના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં ગ્રામજનોનું ચક્કાજામ

સુરતઃ નેશનલ હાઈવે 48 પર આજે માકણા ગામના લોકોએ ચક્કાજામ કર્યુ હતુ. ગામના બે સગાભાઈના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં ગ્રામજનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ.

By

Published : Jun 20, 2019, 6:21 AM IST

GS

કામરેજની વલથાણ ચોકડી નજીક બે દિવસ પહેલા લક્ઝરી બસ અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઈક સવાર માકણા ગામનાં બે સગા ભાઈઓના કમકમાટી ભર્યા મોત થયા હતા, જેને પગલે ગ્રામજનોમાં ઉગ્ર રોષ હતો અને એ રોષ આજે નેશનલ હાઇવે ૪૮ પર જોવા મળ્યો.

માકણા ગામના બે ભાઈઓના માર્ગ અકસ્માતમાં મૃત્યુ થતાં ગ્રામજનોનું ચક્કાજામ

માકણા ગામના લોકોએ ગામમાં એકઠા થઇ બન્ને સગા ભાઈઓને શ્રધ્ધાંજલી આપી હતી અને આવી ઘટના બીજી વાર ન બને તે માટે સુરત જિલ્લા કલેકટર, મામલતદાર અને કામરેજ પોલીસ ઇન્સ્પેક્ટરને આવેદન આપ્યું હતું.

નેશનલ હાઇવે ૪૮ પર આવેલી આ વલઠાણ ચોકડી પર અવાર-નવાર જીવલેણ અકસ્માત થતાં રહે છે અને અનેકો લોકો પોતના જીવ ગુમાવે છે. ગ્રામજનોએ વારંવાર આ વલઠાણ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી ચુક્યા છે, અનેકવાર સત્તાધીશો અને અધિકારીઓને રજુઆત કરી છે, રજુઆત બાદ ઓવરબ્રીજ મંજુર પણ કરી દેવામાં આવ્યો છે પણ બ્રિજનું નિર્માણ કરવામાં આવતું નથી.

ABOUT THE AUTHOR

...view details