ગુજરાત

gujarat

ETV Bharat / state

રત્નકલાકારની 12 વર્ષીય લાડકીએ મૃત્યુ બાદ 5 લોકોને જીવનદાન આપ્યું - Institute of Kidney Diseases and Research Centre

અંગદાનમાં મોખરે રહેતાં સૂરતમાં વધુ એક અંગદાનનો માનવીય ચહેરો સામે આવ્યો છે. સૂરત શહેરના એક રત્નકલાકારની દીકરીએ મૃત્યુ બાદ પાંચ લોકોને નવાજીવન આપ્યું છે.બ્રેઇન ડેડ 12 વર્ષીય યેશા ભરતભાઈ માંગુકિયાના પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.

રત્નકલાકારની 12 વર્ષીય લાડકીએ મૃત્યુ બાદ 5 લોકોને જીવનદાન આપ્યું
રત્નકલાકારની 12 વર્ષીય લાડકીએ મૃત્યુ બાદ 5 લોકોને જીવનદાન આપ્યું

By

Published : Mar 11, 2020, 6:51 PM IST

Updated : Mar 11, 2020, 7:24 PM IST

સૂરતઃ સૂરત શહેરના એક રત્નકલાકારની દીકરીએ મૃત્યુ બાદ પાંચ લોકોને નવાજીવન આપ્યું છે.બ્રેઇન ડેડ 12 વર્ષીય યેશા ભરતભાઈ માંગુકિયાના પરિવારે તેનાં કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

સૂરતથી સૌપ્રથમ વખત કિડની અને લિવરને ગ્રીન કોરીડોરના માધ્યમથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ખાતે મોકલવામાં આવ્યાં હતાં. સૂરતની વિનસ હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) સુધીનું 260 કિ.મીનું અંતર 2.55 કલાકમાં કાપીને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ દર્દીઓમાં કરવામાં આવ્યું હતું.

રત્નકલાકાર ભરતભાઈની 12 વર્ષીય દીકરી યેશા માંગુકિયા વરાછામાં આવેલ સાધના વિદ્યાલયમાં ધોરણ. 7 માં અભ્યાસ કરતી હતી. 9 માર્ચના રોજ યેશા સ્કૂલેથી આવ્યાં પછી પોતાની સહેલીઓ સાથે સાંજે હીરાબાગ ગંગેશ્વર સોસાયટી, ડેરી ડોન આઈસ્ક્રીમ પાસે રમતાં રમતાં ચોથા માળેથી અકસ્માતે નીચે પડી જતાં માથામાં ગંભીર ઈજાઓ થવાથી બેભાન થઇ ગઈ હતી. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ આવ્યાં હતાં પરંતુ ડોકટરો દ્વારા તેને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવી હતી.

ડોકટરો દ્વારા ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલીફોનિક સંપર્ક કરી યેશાના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી. ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી યેશાની પિતરાઈ બહેન અવની સાથે રહી યેશાના માતાપિતા ભરતભાઈ અને સંગીતાબેન, મોટા પપ્પા રસિકભાઈ, પિતરાઈ ભાઈ હાર્દિક તેમ જ પરિવારના અન્ય સભ્યોને અંગદાનની સમગ્ર પ્રક્રિયા સમજાવી તેનું મહત્વ સમજાવ્યું.યેશાના પરિવારજનોએ જણાવ્યું કે અમે વારંવાર વર્તમાનપત્રોમાં અંગદાન અંગેના સમાચારો વાંચતાં હતાં. આજે જયારે અમારી લાડકવાયી દીકરી બ્રેઈન ડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે ત્યારે તેના અંગોના દાન થકી કોઈકના લાડકવાયાને નવજીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતાં નીલેશ માંડલેવાલાએ State Organ and Tissue Transplant Organization (SOTTO) ના કન્વીનર ડૉ.પ્રાંજલ મોદી અને ટ્રાન્સપ્લાન્ટ કો-ઓર્ડિનેટર પ્રિયા શાહનો સંપર્ક કરી કિડની અને લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું.

અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ના ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું. જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંકે સ્વીકાર્યું. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) માં ડોક્ટર ની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. સૂરત વિનસ હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) સુધીના 260 કિ.મિ.ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા આવ્યો હતો.

સૂરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 357 કિડની, 144 લીવર, 7 પેન્ક્રીઆસ, 25 હૃદય, 4 ફેફસાં અને 262 ચક્ષુઓ કુલ 799 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 735 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટિ બક્ષવામાં સફળતા મળી છે.

Last Updated : Mar 11, 2020, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details