સુરતઃ અડાજણ વિસ્તારમાં આવેલા પારસ નગર સોસાયટીમાં રહેતા અમિતભાઈ મોઢિયાની આશરે ચૌદ વર્ષીય કિશોરીએ ગળેફાંસો જીવન ટૂંકાવ્યુ હતુ. હીર અમિતભાઈ મોઢિયા અડાજણ સ્થિત સંસ્કાર ભારતી શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. બોર્ડની પરીક્ષા પહેલા શાળામાં પ્રિલિમિનરી પરીક્ષા ચાલી રહી હતી, જે દરમિયાન ગુજરાતી ભાષાનું પેપર ખરાબ જતા માનસિક તણાવમાં આવી જઈ વિદ્યાર્થીનીએ આ પગલુ ભર્યુ હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ
સુરતના અડાજણ વિસ્તારમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવાર પર આભ તૂટી પડયું છે. ઘટના અંગે અડાજણ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પરીક્ષાનું પેપર ખરાબ જતા માનસિક તણાવમાં આવી જઇ આ પગલું ભર્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ
માતા ઘરેથી બહાર ઘરવખરીનો સામાન લેવા ગઈ હતી, જે વેળાએ 14 વર્ષીય હીરે ઘરના હોલમાં રહેલા પંખા વડે દુપટ્ટો દઈ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતુ. ઘરે પરત ફરેલી માતાએ પુત્રીને પંખા વડે લટકતી જોતા પગ તળેથી જમીન સરકી પડી હતી. ઘટનાની જાણકારી અડાજણ પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ શરૂ કરી હતી. દીકરીના આ અણધાર્યા પગલાને લઇ પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું છે.