ખેડબ્રહ્મામાં પોલીસની નિષ્ક્રિયતાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો પોલીસ ગંભીર આક્ષેપ કરતાં જણાવી રહ્યાં છે કે, "પોલીસ દારૂના અડ્ડા ચલાવવા માટે હપ્તા વસૂલે છે. જેથી તેઓ અનેક રજૂઆતો છતાં ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા અંગે કોઈ પગલાં લઈ રહ્યાં નથી."
ખેડબ્રહ્મામાં દારૂનું દુષણ દુર કરવા મહિલાઓ બની રણચંડી, પોલીસ મથકનો ઘેરાવ કર્યો - મહિલાઓએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ
સાબરકાંઠાઃ ખેડબ્રહ્મામાં છેલ્લા કેટલાય સમયથી પોલીસની રહેમ નજર હેઠળ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યાં છે. જેના કારણે સ્થાનિકોને અસામાજિક તત્વોના ભય હેઠળ જીવવું પડે છે. આ અંગે રહીશોએ અનેકવાર પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી રોષે ભરાયેલી સ્થાનિક મહિલાએ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો. તેમજ દારૂના અડ્ડા હટાવવાની ઉગ્ર રજૂઆત કરી હતી.
આમ, પોલીસ અને દારૂ વેચનાર વચ્ચે સાઠગાંઠ હોવાના કારણે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. જેના કારણે રહીશોનો જીવ જોખમાઈ રહ્યો છે. તેમજ પંથકમાં અસમાજિક તત્વોનો ભય વધી રહ્યો છે. એટલે ગેરકાયદેસર ચાલતા દારૂના અડ્ડાને હટાવવા અને પોલીસને પોતાની ફરજ ચૂકનું ભાન કરાવવા માટે મહિલાઓએ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. સાથે જ વહેલી તકે દારૂ અડ્ડા હટાવવાની માગ કરી હતી. જો તેમની આ માગ વહેલી તકે પૂરી કરવામાં નહીં આવે તો તેમને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.