- મહારાણા પ્રતાપનું સાસરુ હતો ઈડરિયો ગઢ
- ઇડરગઢને બક્ષિસ આપવાનો નિર્ણય કરાયો રદ
- ઈડર ગઢ સહિત દોલત વિલાસ પેલેસ નવો બનશે
ઈડર ગઢ બચાવાશે, ગઢને બક્ષિશ આપવાનો નિર્ણય પરત લેવાયો - sabarkantha
ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વિસરાતી વિરાસત તરીકે ઇડરગઢ પ્રખ્યાત છે. જોકે ક્ષત્રિય હિતકારક સમિતિના કેટલાક સભ્યો દ્વારા તેને બક્ષિસ આપવા નિર્ણય મામલે વિરોધ કરતા સર્વાનુમતે ઇડરગઢ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે સમગ્ર જિલ્લા સહિત પુરાતત્વ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.
સાબરકાંઠાઃ ઇડરમાં આવેલો ઈડરિયો ગઢ વિસરાતી વિરાસત ગણાય છે. તેમજ આજે પણ તેની કલા સ્થાપત્ય સહિત બાંધકામ અને કોતરણી માટે પ્રખ્યાત છે. સાથે સાથે રાજસ્થાન મહારાણા પ્રતાપ સાથે ઈડરિયા ગઢનો અનેરો સંબંધ હોવાના પગલે ઇતિહાસમાં પણ મહત્વનું બની રહ્યું છે. જોકે છેલ્લા કેટલાક સમયથી જાળવણીના અભાવે ઈડરીયા ગઢની રાજસ્થાનની ખાનગી સંસ્થાને બક્ષિસ આપી દેવાના મામલે ભારે વિરોધ થયા બાદ ગતરોજ ક્ષત્રિય હિતકારિણી સભાની બેઠક મળી હતી. જેમાં ઈડરીયા ગઢને બચાવી તેનું સર્જન કરવાની બાબતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તેમજ બક્ષિસમાં આપવાનો નિર્ણય રદ કરાયો છે, જેના પગલે પુરાતત્વ ખાતા સહિત કલા સ્થાપત્ય રસિકો અને સાબરકાંઠા જિલ્લામાં ખુશીનો માહોલ સર્જાયો છે.
આજે પણ છે ઈડરિયો ગઢ
પૌરાણિક કાળથી અંગ્રેજોના સમય સુધીથી આજે પણ ઈડરિયો ગઢ છે. વિવિધ રાજાઓના શાસન કાળ દરમિયાન અંગ્રેજો પણ ઈડર ગઢ જીતી શક્યા નથી. ઇડરગઢની રચના તેમજ ઈડન શહેરની રચના ડુંગરની તળેટીમાં હોવાને પગલે વિવિધ રાજાઓના આક્રમણ સામે ઈડર સરળતાથી સામેની સેનાને હરાવી શકતું હતું. અંગ્રેજોએ પણ ઇડર શાસનકાળ દરમિયાન સંધિ કરવાની ફરજ પડી હતી, જેના પગલે લોકગીતોમાં પણ તેને અનેરૂ સ્થાન મળ્યું છે. જેમાં 'અમે ઈડરિયો ગઢ જીત્યા રે' લોકગીત આજે પણ ગુજરાતના છેવાડાના ગામડાઓમાં ગવાઈ છે.