- હિંમતનગરના મહાવીરનગરમાં બે મકાનની દીવાલ ધરાશાયી
- પાલિકાના પાપે મકાનની દીવાલ તૂટી
- વરસાદ વધારે આવે તો બે મકાન ધરાશાયી થવાની સંભાવના
સાબરકાંઠા: વરસાદી ચક્રવાતના પગલે સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જાઇ છે. જેમાં અસંખ્ય વૃક્ષો વિજપુર તેમજ મકાનો અને ભારે નુકસાન થયું છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગરમાં પણ વરસાદી વાવાઝોડાંને પગલે મહાવીરનગર વિસ્તારમાં બે મકાનની દીવાલ ધરાશાયી થઇ છે. જો કે પાલિકા તંત્ર દ્વારા અપાયેલી પરમિશનના પગલે ખોટી જગ્યા ઉપર બાંધકામની મંજૂરી આપતા આસપાસના વિસ્તારમાં પાણી ભરાયાના પગલે બે મકાનની દિવાલો તુટી પડી છે. જો કે સમય જતાં આ પગલે હાલમાં કોઇ જાનહાની સર્જાઈ નથી.
આ પણ વાંચો: જામનગરમાં નકલી ફાયર સેફ્ટી સાધનોનું વેચાણ, તંત્રની બેદરકારી
વૃક્ષો સહિત જાનમાલને વ્યાપક નુકસાન થયું
સામાન્ય રીતે કમોસમી વરસાદ કે વાવાઝોડાના પગલે કેટલાય લોકોને જાનમાલનું નુકસાન થતું હોય છે. ત્યારે ગઈ કાલે એટલે કે 18 મેએ સર્જાયેલા વરસાદી વાવાઝોડાએ કેટલાય વૃક્ષો સહિત જાનમાલને વ્યાપક નુકસાન થયું છે, ત્યારે હિંમતનગરના મહાવીરનગર વિસ્તારમાં પણ પાલિકાએ ખોટી જગ્યાએ બાંધકામ કરવાની પરમિશનના પગલે બે મકાનોની દીવાલ ધરાશાયી થઇ છે. પાણીના નિકાલની જગ્યાએ બાંધકામ થવાના પગલે પાણી બહાર ન નીકળી શકતા બે મકાનની દિવાલો તુટી પડી છે. વરસાદ થાય તો બન્ને મકાનો સંપૂર્ણપણે તૂટી પડે તેમ છે.