સાબરકાંઠાઃ સાબરકાંઠાના વડાલીમાં આવેલી શાકમાર્કેટમાં વહેલી સવારે 5 કલાકે શાકભાજીની હરાજી વખતે શાકમાર્કેટમાં શાકભાજી વેચવા આવેલા 300થી વધુ ખેડૂતો અને વેપારીઓનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા થર્મલ ગન દ્વારા સ્ક્રિનીંગ કરવામાં આવ્યું હતું. તેમજ ખરીદ-વેચાણ બાદ શાકમાર્કેટનું સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું.
કોરોના મહામારીનો ચેપ માનવથી માનવમાં ફેલાતો હોવાથી સરકાર દ્રારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ લોકડાઉનમાં ખેડૂતોને પોતાના પાકનુ અને શાકભાજીનુ વેચાણ કરવા માટે શાકમાર્કેટ અને APMC માર્કેટને શરતોને આધીન મંજૂરી મળી છે. જેમાં સામાજિક અંતર જાળવવુ તેમજ ભીડ-ભાડ ના થાય તેવી સ્વચ્છતા જાળવવાની શરતો સાથે છૂટ આપવામાં આવી છે.