ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના ઇડરમાં માથાસુર ગામમાં લગ્ન પ્રસંગે કોરોના ગાઇડલાઇનના ધજાગરા

દિન પ્રતિદિન વધતી જતી કોરોના મહામારી સામે સાબરકાંઠાના ઇડરના માથાસુર ગામે લગ્ન પ્રસંગે ગાયક કલાકાર કાજલ મહેરીયાને બોલાવી મંજૂરી વિના જાહેર કાર્યક્રમ કરતા ઇડર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરતા જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે.

સાબરકાંઠા
સાબરકાંઠા

By

Published : Apr 8, 2021, 7:40 PM IST

  • ગાયક કલાકાર કાજલ મહેરીયાને બોલાવી કરાયો જાહેર પ્રોગ્રામ
  • ઇડર પોલીસે રેડ પાડી નોધી ફરિયાદ
  • ફરિયાદના પગલે જિલ્લામાં ખળભળાટ

સાબરકાંઠા: જિલ્લાના ઇડર તાલુકાના માથાસુર ગામે ગુરુવારે રાત્રે પટેલ પરિવારને ત્યાં લગ્ન પ્રસંગમાં મંજૂરી વિના જાહેર પ્રોગ્રામ કરાયો હતો. જે અંતર્ગત ગુજરાતની પ્રસિદ્ધ ગાયક કલાકાર કાજલ મહેરીયાને બોલાવવામાં આવી હતી. માથાસુર સહિત આસપાસના વિસ્તારના ગામડાઓમાંથી ખુબ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. તેમજ કાજલ મહેરીયાના ગીતે કેટલાય લોકોને ડોલાવ્યા હતા. જેમાં કોરોના ગાઇડલાઇનનો સંપૂર્ણપણે ભંગ થયો હતો જેમાં મોડી રાત્રે પોલીસે અચાનક રેડ પાડી કાર્યક્રમ બંધ કરાવ્યો હતો તેમજ મંજૂરી વિના યોજાતા કાર્યક્રમ સાથે સબંધ ધરાવતા ત્રણ સામે નામજોગ ફરિયાદ પણ દાખલ કરાઇ છે.

આ પણ વાંચો:બજરંગ દળના નેતાએ જાહેરમાં બર્થ ડેની કરી ઉજવણી, કોરોના ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા

ઇડરમાં પોલીસની રેડનો બીજો બનાવ

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકામાં આ અગાઉ ગીતા રબારીને પણ બોલાવવામાં આવી હતી. જેમાં ઇડર પોલીસે મોડી રાત્રે રેડ પાડી ગીતા રબારી સહિત આયોજકો સામે ફરિયાદ દાખલ કરી હતી. તેમજ માથાસુર ગામે ગત રાત્રે લગ્ન સમારોહ દરમિયાન મંજૂરી વિના યોજાયેલા કાર્યક્રમને પગલે પોલીસે રાત્રે રેડ કરી જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધી છે.

કાજલ મહેરીયા

કાજલ મહેરીયાના કાર્યક્રમમાં કોરોના ગાઈડલાઈન ભુલાઈ

ગુજરાતની પ્રસિદ્ધ ગાયક કલાકાર કાજલ મહેરીયાને ઇડર માથાસુર ગામે લગ્ન પ્રસંગે બોલાવાઈ હતી. જે આસપાસના વિસ્તારના મોટાભાગના ગામડાના લોકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જોકે લગ્ન પ્રસંગમાં કાજલ મહેરીયા ગાયક કલાકાર તરીકે આવતા લોકોને પણ અનોખો શોખ જાગ્યો હોય તેમ મોટી સંખ્યામાં હાજર રહેતા પોલીસે પણ અડધી રાત્રે રેડ કરી ત્રણ સામે ફરિયાદ નોંધી છે.

આ પણ વાંચો:બનાસકાંઠામાં જાહેર વરઘોડામાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા, જનતા કરે તો દંડ, ધારાસભ્ય અને સેલિબ્રિટી કરે તો...

ગીતા રબારીના કેસનો કોઈ નિકાલ નહિ

જો કે, હજુ ઇડર ખાતે ગીતા રબારીના કેસમાં કોઈ પગલાં લેવાયા નથી. ત્યારે જોવું એ રહે છે કે, કોરોના મહામારીના પગલે ઇડર માથાસુર ગામમાં થયેલી પોલીસ ફરિયાદ કેટલી પરિણામલક્ષી બની રહે છે.

ABOUT THE AUTHOR

...view details