ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના કડીયાદરા ગામના લૂંટના વધુ 2 આરોપીની ધરપકડ - Gujarat

સાબરકાંઠાઃ આજથી 1 વર્ષ પહેલા સાબરકાંઠાના ઇડર નજીક કડીયાદરા ગામ નજીક આવેલા પેટ્રોલ પંપ નજીક રાત્રિના સમયે 6 કરોડની લૂંટ થઈ હતી. જેના પગલે 2 આરોપીઓની પહેલા ધડપકડ થઇ હતી. આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 9, 2019, 7:56 PM IST

નોટબંધી બાદ રદ્દ થયેલી ચલણી નોટોને બદલીને તેની જગ્યાએ નવી ચલણી નોટ આપવાની વાત કરીને આજથી 1 વર્ષ પહેલા સાબરકાંઠાના ઇડર પાસે કડીયાદરા ગામના પેટ્રોલ પંપ નજીક રાત્રીના સમયે 6 કરોડની લુંટ થઈ હતી. જેમાં 2 આરોપીઓની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. આજે વધુ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

સાબરકાંઠાના કડીયાદરા ગામના લૂંટના વધુ 2 આરોપીની ધરપકડ

ઇડર તાલુકાના વાંસડોલ ગામના હરેશ પરમાર તેમજ ભૂતિયા ગામના ભીખા ગોસ્વામીની અટકાયત કરવામાં આવી છે. જો કે, આ મુદ્દે 2 આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા આગામી 12 તારીખ સુધીના રિમાન્ડ આપવામાં આવ્યા છે. આ રિમાન્ડ દરમિયાન હજુ વધુ કેટલાક ખુલાસા થઇ શકે છે.

ABOUT THE AUTHOR

...view details