ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 2 સદસ્યોની ઘર વાપસીથી ભાજપમાં ભંગાણ

સાબરકાંઠા: હિંમતનગર તાલુકા પંચાયતની સામાન્ય સભામાં અચાનક સત્તાપલટો થતું હોવાનું એંધાણ છે. અગાઉ કોંગ્રેસ પાસેથી ત્રણ સભ્યો આંચકી ભાજપે સત્તા કબ્જે કરી હતી. જો કે, બુધવાર કોંગ્રેસના બાગી 2 સભ્યો આચાનક ઘરવાપસી કરતાં હોવાની વચ્ચે શક્તિ પ્રદર્શન થયું હતું. જેથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સત્તામાં જાદુઇ આંકડો મેળવવાના દાવા વચ્ચે દોડધામ સર્જાઇ છે.

કોંગ્રેસના 2 સદસ્યોની ઘર વાપસીથી ભાજપમાં ભંગાણ
કોંગ્રેસના 2 સદસ્યોની ઘર વાપસીથી ભાજપમાં ભંગાણ

By

Published : Jan 9, 2020, 9:51 AM IST

જિલ્લાની હિંમતનગર તાલુકા પંચાયતમાં બુધવારે ત્રિમાસિક સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. જેમાં ભાજપ માટે ન જાણ્યું જાનકી નાથે જેવો ઘાટ ઘડાયો છે. સામાન્ય સભામાં અચાનક અગાઉના કોંગ્રેસના ત્રણ પૈકી બે સભ્યો ભાજપ સામે વિરોધી બની બેઠકમાં આવ્યા હતાં. જેથી તાલુકા પંચાયતમાં ભાજપની સત્તામાં ગાબડું પડ્યું હોવાનો દાવો થયો છે. બંને બાગી સભ્યો કોંગ્રેસનો ખેસ પહેરી સભામાં આવતાં ભાજપના દિગ્ગજો ચોંકી ઉઠ્યા હતાં.

કોંગ્રેસના 2 સદસ્યોની ઘર વાપસીથી ભાજપમાં ભંગાણ

અગાઉ અઢી વર્ષના ટર્મની અંતે ભાજપે કુલ ચાર સભ્યો ખેંચી કોંગ્રેસ પાસેથી સત્તા કબ્જે કરી હતી. જેમાં આજે ફરીથી સત્તા પલટો કરવાની ગતિવિધિ વચ્ચે કોંગ્રેસમાં ફરીથી બે સભ્યોએ ઘરવાપસી કરતાં ભાજપની સંખ્યા ઘટી છે. શક્તિ પ્રદર્શનના ભાગરૂપે આજની સ્થિતિએ ભાજપ પાસે અપક્ષ સહિત કુલ 15 સભ્યો હોવાનો દાવો છે. જ્યારે કોંગ્રેસ પાસે 16થી વધુ સભ્યો હોઇ આગામી દિવસોએ સત્તા કબ્જે કરવાની રણનીતિ બનતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

જો કે, આખરી દાવ તો સભ્યોની તોડ જોડની રાજનીતિમાં કોણ ફાવે છે તે તો આગામી સમય જ બતાવશે.

ABOUT THE AUTHOR

...view details