ઈડરિયા ગઢના કુંડમાં ગંદકીને કારણે હજારો માછલીઓના મોત - enviornment
સાબરકાંઠાઃ જિલ્લામાં તાજેતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઠેર-ઠેર ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ રવિવારે સવારે ઈડરિયા ગઢની તળેટીમાં 1000થી વધુ માછલીઓના મોત થયા હતા.
સાબરકાંઠામાં ગંદકીને કારણે હજારો માછલીઓના મોત
ઈડરિયા ગઢની તળેટીમાં આવેલા મહાકાલેશ્વર મંદિર પાસે આવેલા કુંડમાં અનેક માછલીઓને મોત થયા છે. આ પવિત્ર કુંડમાં આજે કચરો, પ્લાસ્ટિકની થેલીઓ સહીતની ગંદકી ખદબદી રહી છે જેના કારણે અહીં ઓક્સિજનની માત્રા ઘટી ગઈ અને હજારો માછલીઓ મોતને ભેટી હોય તેવી આશંકા સેવાઇ રહી છે.