ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના વડાલીમાં અજંપા ભરી સ્થીતી, જો કે આરોપી ન પકડાતા આગામી સમયમાં ઉગ્ર આંદોલનના ભણકારા

વડાલી ખાતે આજે વ્યાજખોરોના ત્રાસના પગલે આપઘાત કરનાર યુવક મામલે વડાલી મામલતદાર તેમજ સાબરકાંઠા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી ટૂંક સમયમાં આરોપીઓને ઝડપી લઈ ઠોસ કામગીરી મુદ્દે આવેદનપત્ર પાઠવ્યું હતું તેમજ આગામી સમયમાં જો આરોપી ન ઝડપાઇ તો ગુજરાત કક્ષાએ પણ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જોકે આરોપીઓમાં એક પોલીસ કર્મી હોવાને પગલે પોલીસ પણ ઢીલી નીતિ રાખતી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

વડાલીમાં અજંપા ભરી સ્થીતી, જો કે આરોપી ન પકડાતા આગામી સમયમાં ઉગ્ર આંદોલનના ભણકારા
વડાલીમાં અજંપા ભરી સ્થીતી, જો કે આરોપી ન પકડાતા આગામી સમયમાં ઉગ્ર આંદોલનના ભણકારા

By

Published : Feb 17, 2020, 5:33 PM IST

સાબરકાંઠા : જિલ્લાના વડાલી ખાતે ત્રણ દિવસ અગાઉ વ્યાજખોરોના અસહ્ય શારિરીક અને માનસિક ત્રાસના પગલે ૩૦ વર્ષીય નરેશ પટેલ નામના યુવકે ઝેરી ગોળી ખાઈ આપઘાત કર્યો હતો. જેના પગલે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરતા હવે સ્થાનિક સમાજ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે રોષ વ્યાપ્યો છે. જેના પર આજે વડાલીમાં દસથી પંદર હજાર લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમજ સ્થાનિક મામલતદાર સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક ધોરણે આરોપીઓની ઝડપી લેવા માગ કરી છે.

વડાલીમાં અજંપા ભરી સ્થીતી, જો કે આરોપી ન પકડાતા આગામી સમયમાં ઉગ્ર આંદોલનના ભણકારા

જોકે છેલ્લા ચાર દિવસ થવા છતાં હજુ સુધી એક પણ આરોપીની અટકાયત ન થવાના પગલે પોલીસ સામે પણ હવે વિવિધ આક્ષેપો થઈ રહ્યા છે. વ્યાજ દરોમાં પોલીસકર્મી હોવાના પગલે એક પણ આરોપી ન ઝડપાતા સ્થાનિક લોકોમાં વહીવટી તંત્ર પ્રત્યે ભારોભાર રોષ વ્યાપ્યો છે અને રોષને પગલે આજે હજારોની સંખ્યામાં સાબરકાંઠા જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આગામી સમયમાં તાત્કાલિક ધોરણે આરોપીઓ ઝડપાયા ગુજરાત કક્ષાએ વધુ એક આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે

જોકે સામાજીક વિરોધાભાસની વચ્ચે આરોપીઓની અટકાયત ક્યારે થાય છે. તેમ જ મૃતદેહના અગ્નિસંસ્કાર ક્યારે થશે તે તો આગામી સમય જ બતાવશે, પરંતુ હાલમાં આરોપીઓને ઝડપી લેવાના મુદ્દે પોલીસ સામે ભારોભાર રોષ ઉભો થયો છે.

ABOUT THE AUTHOR

...view details