ગુજરાત

gujarat

ETV Bharat / state

આરોગ્ય સચિવે હિંમતનગરથી શરૂ કરી કુપોષણ સામેની જંગ - malnutrition

રાજ્યવ્યાપી આરંભાયેલા પોષણ અભિયાનના દ્વિતીય દિવસે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના રાયગઢ તથા બેરણા ગામેથી જિલ્લા પ્રભારી અને આરોગ્ય સચિવ ડૉ. જયંતિ એસ. રવિએ પોષણ અભિયાનની શરૂઆત કરાવી હતી. તેમજ કોઈ પણ ભોગે સંજોગે કુપોષણ દૂર કરવા સૌ કોઈને હાકલ કરી હતી.

a
આરોગ્ય સચિવે હિંમતનગરથી શરૂ કરી કુપોષણ સામેની જંગ

By

Published : Feb 1, 2020, 4:13 AM IST

સાબરકાંઠાઃ રાજય સરકાર આંગણવાડી કાર્યકર, આશા અને આરોગ્ય કાર્યકરના "પોષણ ત્રિવેણી"ના નવા અભિગમ સાથે કુપોષણના કંલકને દૂર કરવાનુ અભિયાન હાથ ધર્યુ છે. જેમાં અલ્પપોષિત બાળકો જ નહી પરંતુ સર્ગભા-ધાત્રી માતાઓ કિશોરીઓને પણ આવરી લેવામાં આવશે.

આરોગ્ય સચિવે હિંમતનગરથી શરૂ કરી કુપોષણ સામેની જંગ
અલ્પપોષિત બાળકોને માત્ર સરકાર જ નહિ પરંતુ સમાજના શ્રેષ્ઠીઓ પણ આગળ આવે તે માટે પાલક વાલીનો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. તેઓએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં ગુજરાત એ એવુ પ્રથમ રાજ્ય છે જે રાજ્યના ૪૨ લાખથી વધુ લાભાર્થીઓને ટેક હોમ રેશન ની જરૂરીયાત આધારે દૂધ ઉત્પાદક સંધો સાથે કરાર કરવામાં આવ્યા છે.
આરોગ્ય સચિવે હિંમતનગરથી શરૂ કરી કુપોષણ સામેની જંગ

આ ઉપરાંત દૂધ સંજીવની યોજના અંતર્ગત શુધ્ધ અને ગુણવત્તાયુક્ત દૂધ પુરૂ પાડવામાં આવી રહ્યુ હોવાનું પણ આરોગ્ય સચિવે જણાવ્યું હતું.

આરોગ્ય સચિવે હિંમતનગરથી શરૂ કરી કુપોષણ સામેની જંગ
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, કુપોષણના કલંકને દૂર કરવા માટે કિશોરીઓને તંદુરસ્ત બનાવીએ જેથી ભવિષ્યમાં થનાર બાળક પણ સુપોષિત જન્મે. બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ એટલે કે ગર્ભાવસ્થા થી બે બર્ષનો સમય ખૂબ જ મહત્વના હોય છે કેમ કે આ દિવસ દરમિયાન જ બાળકના મગજનો વિકાસ અને ચેતાતંતુઓનો વિકાસ થાય છે.
આરોગ્ય સચિવે હિંમતનગરથી શરૂ કરી કુપોષણ સામેની જંગ

આ સમય દરમિયાન બાળકને યોગ્ય પોષણ ન મળે તો તેની બુધ્ધિનો વિકાસ યોગ્ય થતો નથી. આ સમસ્યાને દૂર કરવા માટે ખાસ માતા સગર્ભા બને ત્યારથી જ તેણે યોગ્ય પોષણયુક્ત ખોરાક લેવો જોઇએ તેમ જણાવ્યું હતું.

આરોગ્ય સચિવે હિંમતનગરથી શરૂ કરી કુપોષણ સામેની જંગ

જો કે એક તરફ દિન-પ્રતિદિન કુપોષિત બાળકોની સંખ્યા માં વધારો તો બીજી તરફ કરોડો રૂપિયાની ગ્રાન્ટ છતાં કુપોષણ વધ્યું છે ત્યારે આગામી સમયમાં કુપોષણ પર કેટલી અસર થશે તો સમય બતાવશે.

આરોગ્ય સચિવે હિંમતનગરથી શરૂ કરી કુપોષણ સામેની જંગ

ABOUT THE AUTHOR

...view details