ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના પ્રાંતિજના તખતગઢ ગામની નાનાજી દેશમુખ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી

ગામમાં નવીનીકરણ, સામૂહિક એકતા અને વિકાસની વાત કરવામાં આવે તો તેને નાનાજી દેશમુખ એવોર્ડ આપવામાં આવતો હોય છે. જેમાં સાબરકાંઠાના પ્રાંતિજના તખતગઢ ગામની નાનાજી દેશમુખ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં ગામમાં દસ લાખ રૂપિયા રોકડની સહાય કરવામાં આવે છે.

etv bharat
સાબરકાંઠાના પ્રાંતિજના તખતગઢ ગામની નાનાજી દેશમુખ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી

By

Published : Jul 20, 2020, 3:08 PM IST

સાબરકાંઠા: ભારતના આઠ લાખથી વધારે ગામડાઓને સામૂહિક એકતા અને વિકાસની વાત સાથે આગળ વધવા માટે વિવિધ એવોર્ડ અપવામાં આવતા હોય છે. જેમાંથી નાનાજી દેશમુખ એવોર્ડ એ કોઈપણ ગામના વિકાસની વાતની સાથોસાથ સામાજિક એકતા અને પાયાની સુવિધાઓ પૂર્ણ પ્રમાણમાં હોય ત્યારે આપવામાં આવતો હોય છે. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના તખતગઢ ગામને નાનાજી દેશમુખ એવોર્ડ આપવામાં આવ્યો છે. જેમાં 10 લાખ રૂપિયાની રોકડ સહાય આપવામાં આવતી હોય છે.

જે ગામ એવોર્ડ પ્રાપ્ત કરી તેના એકાઉન્ટમાં સીધેસીધી રકમ ટ્રાન્સફર થતા હોય છે. જેના પગલે આગામી સમયમાં આ ગામડાઓમાં વિકાસની વાત વધારે મજબૂતાઈથી થાય છે. તેમજ આગામી સમયમાં તખતગઢ ગામ વધુ સુવિધાઓથી સજ્જ થઈ શકશે. હાલમાં આ ગામમાં પાણી માટે પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

પાણીનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. રોડ રસ્તા અને પાણીના કોઈપણ પ્રકારની સમસ્યા આજની તારીખે નથી જેના પગલે રાષ્ટ્રીય કક્ષાએ આ ગામની નાનાજી દેશમુખ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. તેમ જ પસંદગી થતાં સાબરકાંઠા જિલ્લા પંચાયત દ્વારા તખતગઢ ગામને જાણ પણ કરવામાં આવી છે.

જોકે તખતગઢ ગામએ કરેલા વિકાસ આગામી સમયમાં અન્ય ગામડાઓ પણ અપનાવતા થાય તો શ્રેષ્ઠ ભારતની કલ્પના સાચી પુરવાર થઈ શકે તેમ છે.

ABOUT THE AUTHOR

...view details