સાબરકાંઠાના ઇડરનું નામ બિયારણના હબ તરીકે ગુજરાત સહિત દેશભરમાં જાણીતું છે, જોકે ગત 24 તારીખે ખેતીવાડી વિભાગ હિંમતનગર તેમજ ગાંધીનગરના અધિકારીઓ દ્વારા કરાયેલા દરોડાના પગલે ઇડરની ઉમિયા સિડ્સમાંથી 14 સેમ્પલ લઈ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ નેગેટિવ આવતા તમામ 14 સેમ્પલ નકલી હોવાનું સાબિત થયું હતું.
ઈડરમાં નકલી બિયારણનો પર્દાફાશ, બિયારણની પેઢીઓ ખોલી કરોડો કમાતા કાળાબજારીયા
સાબરકાંઠા: સમગ્ર ભારતમાં બિયારણનું હબ ગણાતા ઇડરમાં નકલી બિયારણનો પર્દાફાશ થયો છે. જેમાં ઇડરના ઉમિયા સિડ્સ કંપનીમાંથી લેવાયેલા બિયારણના 14 સેમ્પલ ફેલ આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કારણ બન્યું છે.
ઇટરમાં ઝડપાયો નકલી બિયારણનો કૌભાંડ
જગતના તાત માટે સમગ્ર વર્ષ નિષ્ફળ થવાની સંભાવનાઓ વધવા પામી છે. બિયારણની પેઢી ખોલી કરોડો રૂપિયા કમાનારા તત્વો ખેડૂતો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.જોકે ખેતીવાડી વિભાગ તેમજ બિયારણ સાથે સંકળાયેલા ઉચ્ચ અધિકારીઓની મિલીભગત અને લાલસા વૃત્તિને કારણે દર વર્ષે કેટલા વિસ્તારોમાં નકલી બિયારણ થકી ખેડૂતો પાયમાલ થતા રહે છે. આ વર્ષે પણ ઈડરમાંથી ખરીદાયેલા બિયારણ નકલી હોવાનું સાબિત થાય તો નવાઈ નથી. ઉમિયા સિડ્સમાંથી લેવાયેલા બિયારણના સેમ્પલ પૈકી તમામ 14 સેમ્પલ ફેલ ગયા હતા.