ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લાના કેશરપુરા ગામના યુવકે શાકભાજીમાં શોધી નવીન જાત, હજારો ખેડૂતોને થશે ફાયદો

સાબરકાંઠાના વડાલી તાલુકાના કેશરપુરા ગામના સ્થાનિક યુવાન ખેડૂતે વાલોરની નવીન જાત વિકસાવતા આસપાસના હજારો ખેડૂતો માટે આવક મેળવવા માટે આશાસ્પદ બન્યો છે.

સાબરકાંઠા જિલ્લાના કેશરપુરા ગામના યુવકે શાકભાજીમાં શોધી નવીન જાત, હજારો ખેડૂતોને થશે ફાયદો
સાબરકાંઠા જિલ્લાના કેશરપુરા ગામના યુવકે શાકભાજીમાં શોધી નવીન જાત, હજારો ખેડૂતોને થશે ફાયદો

By

Published : Feb 27, 2020, 1:31 AM IST

સાબરકાંઠાઃ જિલ્લાના વડાલી તાલુકાના કેશરપુરા ગામના યુવક હરેશ પટેલ ખેતીમાં નવીનીકરણ માટે સ્થાનિક તેમજ રાજ્યકક્ષાએ સન્માનિત થઈ ચુક્યા છે, આ ખેડૂતે પરંપરાગત વપરાતી શાકભાજીમાં વાલોરની નવી જાત વિકસાવી છે, જે માટે તેને સિલેક્ટેડ બીજનો ઉપયોગ કરી વર્ષો જૂની જાતને ફરીથી નવીન સ્વરૂપમાં રજૂ કરી છે. આ જાત વર્ષ દરમિયાન બારમાસી પાક આપે છે, તેમજ અન્ય જાતિઓ કરતાં દેખાવમાં અને સ્વાદમાં વિશિષ્ટ સ્વરૂપ હોવાને પગલે હવે ખેડૂતો વેપારીઓ તેમ જ સ્થાનિક માટે મહત્વની જાત બની રહી છે.

સાબરકાંઠા જિલ્લાના કેશરપુરા ગામના યુવકે શાકભાજીમાં શોધી નવીન જાત, હજારો ખેડૂતોને થશે ફાયદો

આજની તારીખે નવીન ઊભી થયેલી કેશર જાત આસપાસનાં ગામડાંઓ માટે પણ હવે ભૂત પાક બનવા જઈ રહી છે, મોટાભાગે શાકભાજીમાં વાલોર માટે પરંપરાગત જાત જ વાપરવામાં આવતી હતી, પરંતુ સ્થાનિક યુવકે વિશિષ્ટ દાણાઓ ભેગા કરી છ વર્ષના સમય અંતર બાદ આ નવીન જાતે કરી છે, જેના પગે ખેડૂતોને ઓછી મહેનતે વધુ વળતર મેળવતા થયા છે, તેમ જ હવે આગામી સમયમાં સ્થાનિક લોકો માટે પણ શાકભાજીમાં વધુ આવક માટેની આશાનું કિરણ બની રહેશે.

જોકે રાજ્ય સરકાર અનાજ તેમજ શાકભાજીમાં નવીન પાક અથવા વેરાઈટી માટે લાખો રૂપિયાનો ખર્ચ કરી છે, ત્યારે આ ખેડૂતે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ આગામી સમયમાં કેટલા અંશે સફર થઈ શકશે એ તો સમય બતાવશે.

ABOUT THE AUTHOR

...view details