સાબરકાંઠામાં મોટાભાગના પોલીસ મથકો હવે સૌર ઉર્જા થકી સંચાલિત થઈ રહ્યા સાબરકાંઠા :પોલીસ પ્રશાસન વિભાગ દ્વારા 2021માં તત્કાલીન જિલ્લા પોલીસ વડા તરીકે ફરજ બજાવતા ચૈતન્ય માંડલિક દ્વારા સોલાર રૂફટોપ અંતર્ગત જિલ્લાના તમામ પોલીસ મથકોને આવરી લેવાયા હતા. જેના પગલે આજે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના પોલીસ મથકો હવે સૌર ઉર્જા વાપરી રહ્યા છે. દિનપ્રતિદિન વધતા જતા UGVCL વિભાગના લાઈટ બિલ હવે માઈનસ થઈ રહ્યા છે. સાથોસાથ તેના ચુકવણામાં પણ ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે. જેના પગલે પોલીસ સ્ટેશનનો આર્થિક ખર્ચમાં પણ ખૂબ મોટો ઘટાડો નોંધાયો છે.
સરકારી કચેરીઓ માટે મહત્વપૂર્ણ :જોકે આગામી સમયમાં વીજ બીલ વધતા જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા લેવાયેલો આ નિર્ણય અન્ય સરકારી કચેરીઓ માટે મહત્વપૂર્ણ બની રહ્યો છે. સામાન્ય રીતે વહીવટી તંત્ર દ્વારા આર્થિક ખર્ચ બચાવવાની સાથોસાથ હાલના તબક્કે દરેક પોલીસ મથકના વીજ બિલમાં યુનિટનો વધારો થઈ રહ્યો છે. જે થકી દરેક પોલીસ મથક હવે આર્થિક રીતે સદ્ધર બનશે તે નક્કી છે.
આ પણ વાંચો :સૌર ઉર્જા અને પર્યાવરણને બચાવવાનું તમે પણ ઝંખી રહ્યા છો ? તો આ છે તમારા કામનું...
સોલર રૂફટોપથી સર્જ કરવાના નિર્ણય : જિલ્લાના તમામ પોલીસ મથકોને મરી રહેલો સૌર ઉર્જાનો ફાયદો વહીવટી તંત્ર સહિત સરકાર માટે પણ સહાયરૂપ બની રહ્યો છે. 2021માં સાબરકાંઠા જિલ્લાના તત્કાલીન જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ મથકોને સોલર રૂફટોપથી સર્જ કરવાના નિર્ણયના પગલે હવે સમગ્ર જિલ્લો તેનો ફાયદો મેળવી રહ્યો છે. આર્થિક સધ્ધરતાની સાથો સાથ આગામી 20 વર્ષ સુધી UGVCLનો કોઈપણ પ્રકારનું બિલ પોલીસ વિભાગ દ્વારા ન અપાય તો પણ તમામ પોલીસ મથકો વીજબીલ મામલે આત્મનિર્ભર બની રહ્યા છે. જેના થકી હવે અન્ય વિભાગો પણ આ મામલે જાગૃત થાય તે જરૂરી છે.
આ પણ વાંચો :Solar Power Technology: ખેતી માટે પાવરનો અભાવ છે ત્યારે એક ખેડૂત સૌર ઉર્જાનો કેવી રીતે ઉપયોગ કરે છે, જાણો છો?
સૌ ઊર્જાનો સંપૂર્ણ ફાયદો : જોકે સાબરકાંઠા જિલ્લામાં સો ટકા ગુજરાત સરકારની સબસીડી સાથે કરાયેલો આ પ્રયાસ છે. જેથી તમામ સરકારી કચેરીઓમાં લાગુ કરવામાં આવે તો દિન પ્રતિદિન વધતા જતા વીજબિલ સામે સૌ ઊર્જાનો સંપૂર્ણ ફાયદો સમગ્ર વહીવટી તંત્રને પ્રાપ્ત થઈ શકે તેમ છે. સૌર ઉર્જાને છેવાડાના વ્યક્તિ સુધી પહોંચાડવામાં વધુ સહાયતા કરવામાં આવે તો પોલીસ વિભાગ સહિત જિલ્લાની તમામ સરકારી ઇમારતો આત્મનિર્ભર બની શકે તેમ છે. ત્યારે જોવું રહશે કે આ મામલે આગામી સમયમાં વહીવટી તંત્ર દ્વારા કેવા અને કેટલા પગલાં લેવાય છે.