ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા પોલીસે કોરોના મામલે હજારથી વધુ લોકોને ફટકાર્યો દંડ - સ્વસ્થ થયેલા દર્દી

સાબરકાંઠા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જે કારણે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. સાબરકાંઠા પોલીસે 1000થી વધુ લોકો સામે દંડનીય કાર્યવાહી કરી હતી. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને માસ્ક પહેરવાનું ફરજીયાત કરવામાં આવ્યું છે. માસ્ક નહીં પહેંરનારા પોલીસે દંડ ફટકાર્યો છે.

ચૈતન્ય માંડલિક
ચૈતન્ય માંડલિક

By

Published : Jul 3, 2020, 6:07 PM IST

સાબરકાંઠાઃ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના વાઇરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. આ અંતર્ગત છેલ્લા એક માસની અંદર સૌથી વધારે કેસ નોંધાઈ ચૂકયા છે. ત્યારે પોલીસ હવે કોરોનાગ્રસ્ત વિસ્તાર પ્રત્યે વધારે જવાબદાર બની હોય, તેમ માસ્ક ન પહેરનારા સ્થાનિકો મામલે ઠોસ નિર્ણય કરી ગત રોજથી જ સાબરકાંઠા જિલ્લામાં એક હજારથી વધારે લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકારી ચુક્યો છે. તેમજ આગામી સમયમાં આ મામલે હજૂ વધુ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

સાબરકાંઠા પોલીસે કોરોના મામલે હજારથી વધુ લોકોને ફટકાર્યો દંડ

સાબરકાંઠા કોરોના અપડેટ

  • સક્રિય કેસ- 57
  • કોરોના પરિક્ષણ- 5828
  • સ્વસ્થ થયેલા દર્દી- 117
  • ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 23443
  • કુલ મૃત્યુ- 8

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કોરોના કહેર યથાવત રીતે વધી રહ્યો છે. આ અંતર્ગત છેલ્લા એક માસની અંદર સૌથી વધારે કેસ નોંધાઈ ચૂકયા છે. સાબરકાંઠા જિલ્લામાં પોલીસ હવે કોરોનાગ્રસ્ત વિસ્તાર પ્રત્યે વધારે જવાબદાર બની હોય તેમ માસ્ક ન પહેરનારા એક હજારથી વધારે લોકોને માસ્ક ન પહેરવા બદલ દંડ ફટકાર્યો છે. તેમજ આગામી સમયમાં આ મામલે હજૂ વધુ કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે.

સાબરકાંઠા જિલ્લામાં 150થી વધારે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા બે અઠવાડિયાથી સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસે આ મામલે વધારે ગંભીર થઈ છે. હવે જે તે વિસ્તાર સરકાર દ્વારા પ્રતિબંધીત જાહેર કરાય તે વિસ્તારમાં માસ્ક ન પહેરનારા લોકોને દંડિત કરવાની શરૂઆત કરી છે.

આ મામલે માત્ર એક જ દિવસમાં એક હજારથી વધારે લોકોને સાબરકાંઠા જિલ્લા પોલીસ દંડ ફટકારી ચૂકી છે. તેમજ આગામી સમયમાં આ મામલે જે તે વિસ્તારમાં વિશેષ ડ્રાઈવ કરવાની પણ શરૂઆત કરી છે. જેના પગલે હજૂ આગામી સમયમાં આ મામલે માસ્ક ન પહેરનારા લોકો વધુ દંડ ભોગવે તેવી પૂરી સંભાવના છે.

ABOUT THE AUTHOR

...view details