સાબરકાંઠાઃ જિલ્લાના ઇડર તાલુકાના ચાડપ ગામે આજે સવારે તળેટીમાં એક સાથે બે મુદ્દે લટકતી હાલતમાં મળી આવ્યા હતા, જેના પગલે સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. જોકે ખેરાલુના યુવક સાથે સ્થાનિક યુવતીના પ્રેમ સંબંધો હોવાના પગલે સામાજિક રૂપે એકતા અને સ્વીકાર થઈ શકે તેમ ન હોવાના પગલે બંને એક સાથે મોતને વહાલુ કરી આપઘાત કરી લીધો છે.
સાબરકાંઠાના ઈડરમાં પ્રેમી પંખીડાનો આપઘાત, ડુંગરમાંથી મળ્યો મૃતદેહ, પોલીસ ઘટના સ્થળે
ઇડર તાલુકાના ચાડપ ગામે આવેલી તળેટીમાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કરી લેતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પી.એમ માટેની તજવીજ હાથ ધરી છે. તેમજ એક સાથે બે વ્યક્તિઓના મોત થતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે
એક સાથે બે વ્યક્તિઓના આપઘાત કરી લેવાના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી છે, કેટલાક સમયથી બંને વચ્ચે પ્રેમ સંબંધો હોવાના પગલે સામાજિક સ્વીકાર ન મળતા આખરે કંટાળીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલમાં બંનેના મૃતદેહોને નીચે ઉતારી પીએમ માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
જો કે, એક તરફ પ્રેમનો સામાજિક સ્વીકાર ન થવાના પગલે પ્રેમી જોડે આપઘાત કરી લીધો છે, તો બીજી તરફ સામાજિક રીતે એકતાની વાતો કરનારા લોકો માટે આ વિષય પણ આગામી સમયમાં જાગવાની જરૂરિયાત છે, ત્યારે આ મુદ્દે સમાજ કેટલો અને કેવો જાગૃત થશે તો આગામી સમય જ બતાવશે.