હિંમતનગરઃ હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે આજે સંગઠન પ્રભારી રૂપેશ બઘેલ તેમજ પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરના અધ્યક્ષસ્થાને નવા સર્કિટહાઉસ ખાતે કોંગ્રેસના પદાધિકારીઓ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ આગેવાનો અને ટેકેદારો સાથે આગામી 12 માર્ચે યોજાનારી રેલીમાં ખાસ હાજર રહેવા માટે હાકલ કરવામાં આવી છે. કોંગ્રેસ 12મી માર્ચે દાંડી ખાતે યોજાનારી રેલીમાં સાબરકાંઠા જિલ્લાના સ્થાનિક લોકોને હાજર રહેવા તેમજ જિલ્લામાં છેવાડાના વ્યક્તિ સુધી કોંગ્રેસ દ્વારા યોજાનાર રેલીની માહિતી પહોચાડવા રજૂઆત કરવામાં આવી હતી.
રૂપેશ બઘેલઃ કોંગ્રેસમાં કોઈ વિખવાદ નથી, તેમ જ આજની તારીખે કોંગ્રેસ મળીને કામ કરી રહી છે.