સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકમાં 6 લાખની ચોરી, ઘટના CCTVમાં કેદ - સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેન્કમાં ચોરી
સાબરકાંઠાઃ જિલ્લાના તલોદ ખાતે આવેલી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ બેંકમાં 6 લાખની ચોરીની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જેમાં CCTVમાં કેદ થયેલી ફૂટેજ મહત્વની કડી સાબિત થઈ છે.
sabarkatha
મળતી માહિતી પ્રમાણે, સાબરકાંઠાના ATMમાં 11 લાખની રકમ મૂકવાની હતી. જેની માટે રૂપિયા 500 અને 2000ની ચલણી નોટોના બંડલોની મશીનથી ગણતરી કરવાની કામગીરી ચાલુ હતી. ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ બેન્કમાં પ્રવેશ કર્યો હતો અને તે 2000ની 3 નોટોના બંડલો લઈને ફરાર થઈ ગયો હતો. જેમાં 6 લાખની રકમ હતી. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. જેના આધારે પોલીસે આરોપીને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.