ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા મધ્યસ્થ બેન્કના ચેરમેન દ્વારા 1 હજાર લોકોને રાશનની કીટ અપાઈ

સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસના પગલે મધ્યસ્થ બેન્કના ચેરમેન દ્વારા જરૂરિયાત મંદોને 1 હજારથી વધારે કીટનું વિતરણ કરવામાં આવ્યું આવ્યુ હતુ. તેમના આ કાર્યને બિરદાવવામાં આવ્યુ હતું

સાબરકાંઠા મધ્યસ્થ બેંકના ચેરમેન દ્વારા 1 હજાર લોકોને રાશનની કીટ અપાઈ
સાબરકાંઠા મધ્યસ્થ બેંકના ચેરમેન દ્વારા 1 હજાર લોકોને રાશનની કીટ અપાઈ

By

Published : Apr 21, 2020, 12:16 AM IST

સાબરકાંઠાઃ જિલ્લામાં કોરોના વાઇરસના પગલે જરૂરિયાત મંદોને 1 હજારથી વધારે કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં સાબરકાંઠા મધ્યસ્થ બેન્કના ચેરમેનની આવી પહેલના પગલે તેમને બિરદાવ્યા છે.

સાબરકાંઠા મધ્યસ્થ બેંકના ચેરમેન દ્વારા 1 હજાર લોકોને રાશનની કીટ અપાઈ

સાબરકાંઠાના હિંમતનગરમાં લોકડાઉનમાં જરૂરીયાતમંદ લોકોને સેવાભાવી સંસ્થાઓ દ્વારા ફૂડપેકેટ અને રાશનકીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાકાર્ય અવિરત ચાલુ જ છે. વહિવટી તંત્ર દ્વારા અપાતા માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા સહકારી બેંકના ચેરમેન મહેશભાઇ પટેલ દ્વારા 1000 રાશન કીટોનુ વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સી.જે.પટેલ ઉપસ્થિત રહી સેવાભાવનાને બિરદાવી હતી.

કોરોનાના કપરા સમયમાં રોજનુ કમાઇને ખાનારા લોકોને કોઇ પણ તકલીફ ન પડે તે માટે વહિવટી તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ અને લોકો દ્વારા સતત દાનનો પ્રવાહ યથાવત છે, ત્યારે જિલ્લાની સહકારી બેન્કના ચેરમેન અને શહેર અગ્રણી મહેશભાઇ પટેલે વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ 1000 રાશન કીટોનુ વિતરણ કર્યું હતું.

આ કીટ વિતરણમાં જિલ્લા કલેક્ટર સી.જે. પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના હાથે કીટ જરૂરીયાતમંદોને આપી હતી. આ કીટમાં ઘંઉનો લોટ, ચોખા, દાળ, તેલ અને મરચુ જેવી ખાધ્ય સામગ્રી 10 દિવસ ચાલે તે રીતે બનાવી છે.

જિલ્લા ક્લેક્ટરે સમગ્ર વહિવટી તંત્ર વતી રાશન કીટ મુદ્દે આભાર પ્રગટ કરી સેવાભાવનાને બીરદાવી હતી. જોકે આવી પહેલને આવકારવાની સાથો-સાથ જિલ્લાની તમામ સંસ્થાઓ જે તે જરૂરિયાતમંદ લોકોને આપવાની શરૂઆત કરે તો કોઈપણ વ્યક્તિ રાશન વગર ન રહી તે હકીકત છે.

ABOUT THE AUTHOR

...view details