સાબરકાંઠા : જિલ્લામાં આજે ભારે ઉકળાટ બાદ સમગ્ર જિલ્લામાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. વરસાદ થવાને કારણે જગતના તાત ગણાતા ખેડૂતોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. અપર એર સર્ક્યુલેશનને પગલે થયેલા વરસાદથી ખેડૂતોએ મોટાભાગનો પાકની વાવણી કરી નાંખી હતી.
સાબરકાંઠામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ - gujaratinews
છેલ્લા કેટલાક દિવસોથી ભારે ઉકળાટ બાદ આજે સાબરકાંઠામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અસહ્ય ઉકળાટમાં ઠંડકનો અહેસાસ થયો છે તો બીજી તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.
સાબરકાંઠામાં વરસાદી માહોલ સર્જાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ
જોકે વરસાદ આવતા હવે ખેડૂતને વાવેતર કરાયેલા પાક માટે પાણીની જરૂરિયાત વરસાદ થકી સંતોષાય છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ઉકળાટ અને ગરમી ના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હાલમાં જિલ્લામાં મોટાભાગના તમામ તાલુકાઓમાં વરસાદ થઈ ચુક્યો છે.
જોકે આગામી સમયમાં વરસાદ યથાવત રહેવું જરૂરી છે. જો વરસાદ યથાવત ન રહે તો ખેડૂતોને લાખ રૂપિયાનો નુકસાન જઈ શકે તેમ છે.
Last Updated : Jun 26, 2020, 12:18 AM IST