સાબરકાંઠામાં સપ્તાહના વિરામ બાદ વાવાઝોડા સાથે વરસાદ - વાવાઝોડા સાથે વરસાદ
સાબરકાંઠા: જિલ્લામાં એક સપ્તાહના વિરામ બાદ ફરીથી વરસાદ શરૂ થયું હતો, જોકે વાવાઝોડા સાથે વરસાદ થવાને પગલે કેટલીક જગ્યાએ મકાન તેમજ ઝાડ પડતા લોકોને પરેશાની સર્જાઈ હતી.
સાબરકાંઠા જિલ્લામાં એક સપ્તાહથી વરસાદે વિરામ લીધો હતો. જોકે બુધવારે વાવાઝોડા સાથે વરસાદ થતા સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી. સવારથી જ ગરમીના માહોલમાં અચાનક વાવાઝોડા સાથે વરસાદ થવાને પગલે વિજયનગર તાલુકામાં દઢવાવ ગામમાં બે મકાન ધરાશાયી થયા હતા તો વિજયનગર ભિલોડા રોડ ઉપર વૃક્ષ પડવાને પગલે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે સ્થાનિક વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી રોડ તેમજ રસ્તા ખુલ્લા કરાવ્યા હતાં. વરસાદના પગલે જિલ્લામાં ઇડર, હિંમતનગર તેમજ વડાલી વિસ્તારમાં આવેલા તળાવ હજુ ખાલી છે. જોકે વરસાદને પગલે આ વિસ્તારમાં પણ પાણી વધવાથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ વર્ષે સતત વરસાદને પગલે જિલ્લામાં સરેરાશ 100 ટકાથી વધુ વરસાદ થવા જઇ રહ્યો છે.