ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠા જિલ્લામાં મંગળવારથી તમામ જનસેવા કેન્દ્ર બંધ

સાબરકાંઠામાં કોરોના સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા કોરોના સંક્રમણ ઘટાડવા એક્શન પ્લાન અમલી બનાવ્યો છે. જે અંતર્ગત આજથી તમામ જનસેવા કેન્દ્રો બંધ કરાયા છે તેમજ અધિકારીઓની હાજરીમાં તાલુકાની દેખરેખ રાખવાનો આદેશ અપાયો છે.

સાબરકાંઠા
સાબરકાંઠા

By

Published : Apr 13, 2021, 5:30 PM IST

  • સાબરકાંઠામાં વધતું સંક્રમણ
  • તંત્ર દ્વારા લેવાયો નિર્ણય
  • તમામ જનસેવા કેન્દ્ર મંગળવારથી બંધ
    સાબરકાંઠા

સાબરકાંઠા: જિલ્લામાં કોરોના સંક્રમણનો આંકડો 6,000 નજીક પહોંચવા આવ્યો છે તેમજ હાલમાં પ્રતિદિન 30થી વધારે કોરોના પોઝિટિવ દર્દીઓ સામે આવી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર દ્વારા બેડની સંખ્યામાં વધારો કર્યા બાદ મંગળવારથી જિલ્લાના 8 જેટલા જનસેવા કેન્દ્ર બંધ કરાયા છે તેમજ સાબરકાંઠા જિલ્લાના 4 પ્રાંત અધિકારી અને અન્ય 4 ક્લાસ વન અધિકારીઓને તાલુકા પ્રમાણે જવાબદારી સોંપાઈ છે.

આ પણ વાંચો: સાબરકાંઠામાં કોરોના સંક્રમણ વધતા વધુ 230 બેડની વ્યવસ્થા કરાઈ

રસીકરણની કામગીરી હાથ ધરાશે

જેના પગલે આગામી સમયમાં સાબરકાંઠા જિલ્લામાં તાલુકા પ્રમાણે કોરોના ટેસ્ટિંગ તેમજ વેક્સિન છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટેની કાર્યવાહી હાથ ધરાશે. જો કે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે કન્ટેન્મેન્ટ ઝોન અંગે ગાઈડલાઈન્સ પ્રમાણે તમામ બાબતોનો ખ્યાલ રાખવામાં આવશે તેમજ તેનો ચુસ્ત અમલ થાય તે માટે અધિકારીઓ રાઉન્ડ ધી ક્લોક હાજર રહેશે.

સાબરકાંઠાના હિંમતનગરની સિમ્સ હોસ્પિટલની ગંભીર બેદરકારી આવી સામે

ABOUT THE AUTHOR

...view details