- હિંમતનગરમાં જનસેવાના કર્મચારીઓ પગાર વિહોણા
- છેલ્લા છ માસથી નથી મળ્યો પગાર
- ખાનગી સંસ્થાનો કોન્ટ્રાક્ટ ત્રણ દિવસમાં પૂર્ણ
- કોન્ટ્રાક્ટ પર કામ કરનારા કર્મચારીઓની સ્થિતિ કફોડી
સાબરકાંઠા: હિંમતનગરમાં જનસેવામાં કામ કરતા કર્મચારીઓને છેલ્લા છ માસથી પગાર ન મળતા આખરે તમામ કર્મચારીઓએ કામ કરવાનું છોડી દેતા ત્રણ કલાક સુધી જનસેવાનું કામકાજ ઠપ્પ રહ્યું હતું. જેના પગલે જનસેવા કેન્દ્રમાં આવેલા વ્યક્તિઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા હોવા છતાં કામ ન થવાની પગલે પરત ફર્યા હતા. જોકે સતત ત્રણ કલાક સુધી કામકાજથી અળગા રહેલા કર્મચારીઓને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સમજાવટ કરવામાં આવતા આખરે તેમને કામકાજની શરૂઆત કરી હતી. જોકે ખાનગી કંપનીએ કરેલા કોન્ટ્રાક્ટ અનુસાર કર્મચારીઓને છેલ્લા છ મહિનાથી પગાર નથી તો બીજી તરફ આગામી ત્રણ દિવસમાં કંપનીનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા નથી. સ્થાનિક કામ કરનારા કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ છે, ત્યારે જોવાનું એ રહે છે કે આગામી સમયમાં આ મામલે કેવા નિર્ણય લેવાય છે.
સાબરકાંઠામાં કોન્ટ્રાક્ટ પર કામ કરતાં જનસેવાના કર્મચારીઓની કફોડી સ્થિતિ
હિંમતનગરમાં જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓને છેલ્લા છ માસથી પગાર ન મળતા તમામની હાલત કફોડી થઇ છે. એક તરફ કોરોના મહામારીને પગલે છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં મહામારી સહિત મંદીનો માર પડી રહ્યો છે તેવા સમયે છ માસથી પગાર ન મળતા તમામ કર્મચારીઓ માટે કફોડી સ્થિતી નિર્માણ થઇ છે. જોકે આગામી સમયમાં હજુ સુધી પગાર ન થાય તો તમામ કર્મચારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે તેવી સંભાવના છે.