- સાબરકાંઠાના પ્રાંતિજ અમરાપુર ગામે પોલીસની રેડ
- પ્રાંતિજ પોલીસે લગ્નના વરઘોડામાં રેડ કરી હતી
- પોલીસે 17 લોકો સામે ફરિયાદ નોંધી
સાબરકાંઠાઃ જિલ્લામાં કોરોનાના કેસમાં દીવસેને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે કોરોનાથી બચવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાની સલાહ સરકાર દ્વારા અપાઈ રહી છે. પ્રાંતિજના અમરાપુરમાં લગ્ન સમારોહમાં વરઘોડા દરમિયાન પોલીસે અચાનક રેડ કરી હતી. જેમાં 300થી વધુ લોકો એકત્રિત થયા હતા તેમજ લગ્ન સમારોહમાં મોટા ભાગના લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા. પોલીસે અમરાપુર ખાતે પહોચી રેડ કરી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું ન હતું. લગ્નના વરઘોડામાં પોલીસે પહોંચી DJ સહિતના માલ સામાન કબજે કર્યો હતો. તેમજ 17 લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઇ છે.
પોલીસે 17 લોકો સામે ફરિયાદ નોંધી આ પણ વાંચોઃ તાપીના નિઝરમાં લગ્ન પ્રસંગમાં હજારોની મેદની એકઠી થઈ, પોલીસે ફરિયાદ નોંધી
લગ્ન સમારોહ માટે મંજૂરી લેવામાં આવી ન હતી
લગ્ન સમારોહ માટે કોઈ પણ પ્રકારે પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી ન હતી, મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા હતાર. જેને લઈને 17 જેટલા લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધી કરી હતી. જેમાં DJ, મંડપ, ફોટોગ્રાફર, વરરાજા, વરરાજાના પિતા સહિત 17 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત DJ સહિતનો મુદ્દામાલ પણ પોલીસ દ્રારા જપ્ત કરીને આગળની વધુ તપાસ પ્રાંતિજ પોલીસ કરી રહી છે. એક તરફ સાબરકાંઠા જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના મહામારીના પગલે સંક્રમણ વધી રહ્યું છે, તેમજ દર્દીઓની સંખ્યામાં પણ ભારેખમ વધારો થઇ રહ્યો છે ત્યારે આજે ગુરુવારે લગ્ન સીઝનની શરૂઆતમાં જ પ્રાંતિજ પોલીસે અમરાપુર ગામે લગ્નના વરઘોડા સમયે રેડ કરી 17 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઇ હતી.
આ પણ વાંચોઃ સાબરકાંઠાના ઇડરમાં માથાસુર ગામમાં લગ્ન પ્રસંગે કોરોના ગાઇડલાઇનના ધજાગરા