સાબરકાંઠાના ઇડર તાલુકામાં છેલ્લા કેટલાંક સમયથી ગ્રામ પંચાયત, સ્કૂલ, ઘર તેમજ ચીલ ઝડપના બનાવો વધ્યા હતા. જેના પગલે સ્થાનિક પોલીસ પાસેથી તપાસ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા હાથ ધરાઈ હતી. જેના પગલે બુધવારે બાતમીના આધારે એલસીબીએ બે યુવકોની અટકાયત કરી છે. જેમાં એક સગીર સહિત ૨૦ વર્ષીય ઇડરના સ્થાનિક યુવકે પાંચથી વધુ ચોરીની કબૂલાત કરી છે.
સાબરકાંઠામાં ચોરીની ઘટનાને અંજામ આપનારા 2 શખ્સોની પોલીસે કરી ધરપકડ
સાબરકાંઠા: જિલ્લાના ઈડર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી ચોરીની ઘટના સામે આવી રહી છે. ત્યારે સમગ્ર વિસ્તારમાં તરખાટ મચાવનાર શખ્સોને પોલીસે ઝડપી 1,41,000 વધુની રકમ સહીતનો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
જેમાં બ્રહ્મ પુરી ગ્રામ પંચાયત તેમજ ઝીંઝવા પ્રાથમિક શાળાની ચોરીનો પણ ભેદ ઉકેલાયો છે. આ સિવાય ઇડરમાં સત્યમ ચાર રસ્તા પાસે ચિરાગ ઓટો પાસે થયેલી ચીલઝડપ તેમજ જવાનગઢની સેવા સહકારી મંડળીમાં થયેલી ચોરીનો ભેદ પણ સ્વીકારી લીધો છે. ઇડરમાં સદગુરુ નગરની બાજુમાં થયેલી ચોરી પણ આ બંને આરોપીએ કરી હોવાનું સ્વીકાર્યું હતું. જેના પગલે પાંચ ચોરીનો ભેદ ઉકેલાયો ચૂક્યો છે.
તેમજ હજુ પણ આગામી સમયમાં વધુ ચોરીનો ભેદ ઉકેલાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે. જોકે સાબરકાંઠા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા હાલમાં આ મુદ્દે કબજે લેવાયેલ માલ-સામાનની તપાસ કરાઈ રહી છે. તેમજ આરોપીઓ સામે પગલા ભરવા કવાયત હાથ ધરાઇ છે.