સાબરકાંઠાઃ જિલ્લાના ઇડરમાં રહેતા સ્વર્ગસ્ત રમણીકભાઈ ભાવસાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો પહેલા શ્રીનગરમાં સાથે રહેતા હતા. અને પ્રકૃતિના આનંદ અને ઉલ્લાસ સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું કામ કરતા હતા.
રમણીકભાઈ ભાવસારનું એક સપ્તાહ પહેલા નિધન થયું હતું. ત્યારે વડાપ્રધાને તેમના ઘરે ફોન કરી દિલસોજી પાઠવી હતી. તેમજ સમગ્ર પરિવારના હાલચાલ પૂછ્યા હતા.
સામાન્ય સંજોગોમાં સ્થાનિક નેતાઓ આગળ વધ્યા બાદ સૌથી પહેલા પોતાના નજીકના પારિવારિક સંબંધોને ભૂલી જતા હોય છે. ત્યારે આજે વડાપ્રધાન બન્યા બાદ મોદીએ પોતાના મિત્રો અને સહયોગીને ખાસ યાદ રાખ્યા છે. ખાસ મિત્રના પરિવારને કોલ કરી પોતાની પરિવાર પ્રત્યેની પ્રતિબદ્ધતા રજૂ કરી હતી. જેના પગલે આજથી(ગુરૂવાર) જ સમગ્ર જિલ્લામાં ઓડિયો ક્લિપ વાઇરલ થઈ રહી છે. સાથે લોકો વડાપ્રધાનની વાતચીતને બિરદાવી રહ્યા છે.
જિલ્લામાં તેમના ઓડિયો ક્લિપ વાઇરલ થવાની સાથે સ્વર્ગસ્થ રમણીકભાઈની મોટાઈ પણ સૌ કોઈના નજરમાં આવી રહી છે.