સાબરકાંઠાઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિંમતનગરની સાબર ડેરીએ આવી (PM Modi Sabarkantha Visit )પહોંચ્યા હતા. વડાપ્રધાને સાબર ડેરી (Sabar Dairy )પહોંચી દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલા પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કાર્યક્રમ બાદ વડાપ્રધાને સાબરડેરીમાં પ્રદર્શન નિહાળ્યું હતું. સાથે જ વડાપ્રધાને પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનારા ચીઝ પ્લાન્ટનું પણ ભૂમિપૂજન કર્યુ હતું.
સાબર ડેરીની ક્ષમતામાં વધુ વધારો થશે -પીએમ મોદીએ સંબોધન કરતા જણાવ્યુ કે, 'આજે સાબર ડેરીનો વિસ્તાર થયો છે. અહીં સેંકડો કરોડના નવા પ્રોજેક્ટ્સ સ્થપાઈ રહ્યા છે. આધુનિક ટેક્નોલોજીથી સજ્જ મિલ્ક પાવડર પ્લાન્ટ અને એ-સેપ્ટિક પેકિંગ વિભાગમાં વધુ એક લાઇનના ઉમેરા સાથે સાબર ડેરીની ક્ષમતામાં વધુ વધારો થશે. પીએમએ વધુમાં( Launching and Khatmuhurt of the project in Sabarkantha)જણાવ્યુ કે, 'જેમ જેમ સિંચાઇની સુવિધાઓનો ગુજરાતમાં વિસ્તાર થયો, એમ એમ કૃષિ અને પશુપાલનના ક્ષેત્રમાં અમે ઘણો જ વિકાસ કર્યો અને ડેરીએ તેને મોટી તાકાત આપી.
આ પણ વાંચોઃPM મોદી આજે સાબરકાંઠાના પ્રવાસે, કરશે વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત
વડાપ્રધાને ભુરાભાઈ પટેલને યાદ કર્યા -આજે જે નવા પ્લાન્ટોનું લોકાર્પણ થયું છે અને જેનું ભૂમિપૂજન થયું છે એ સાબર ડેરીના સામર્થ્યને વધારવામાં મદદ કરશે. હું સાબર ડેરી અને આ આંદોલન સાથે જોડાયેલા તમામને હ્રદયપૂર્વક અભિનંદન આપું છું. પીએમે જનતાને ગુજરાતીમાં કહ્યું હતું કે જ્યારે સાબર ડેરીની વાત આવે અને ભૂરાભાઈની યાદ ન આવે તો વાત અધૂરી રહી જાય. ભૂરાભાઈ પટેલે દસકા પહેલા જે પ્રયાસ શરૂ કર્યો હતો, એ આજે લાખો લોકોનું જીવન બદલવામાં મદદ કરી રહ્યો છે. અહિં સાબરકાંઠામાં આવીએ એટલે કાંઈ નવું ન લાગે પણ રોજ કાંઈક નવું થતું દેખાય. સાબરકાંઠામાં કદાચ કોઈક જ એવો ભાગ હશે જ્યાં મારું જવાનું ન થયું હોય. ઈડર વડાલી ખેડ ના અવાજ હું આવું એટલે મારા કાનમાં ગુંજે છે.