હિંમતનગરમાં વીજ વિભાગ દ્વારા હાજીપુરા ખાતે આવેલી કચેરીથી એક વિશાળ રૅલી યોજવામાં આવી હતી. આ રૅલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને પરત કચેરી ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ અંગે UGVCLના ચીફ એન્જિનિયર એલ.એફ. ડાભીએ જણાવ્યું હતું કે, હાલમાં બનેવી સુરત ઘટનાના પગલે તેમજ પુર કે હોનારત દરમિયાન વીજ પ્રવાહને કારણે બનતા બનાવોને અટકાવવા ગ્રાહકે ફરજીયાત થ્રિપિન પ્લગ ઉપયોગ કરવો જોઈએ. સાથે જ અર્થિગ ફરજીયાત કરવા પર ભાર મુકવો જોઈએ.
સુરત ઘટના પગલે હિંમતનગરમાં જન જાગૃતિ પ્લે કાર્ડ રૅલી યોજાઈ - gujaratinews
સાબરકાંઠા: સુરત આગની ઘટના બાદ UGVCL દ્વારા જિલ્લામાં એક રૅલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલામતી સપ્તાહ અંતગર્ત હિંમતનગરમાં જન જાગૃતિ રૅલી પ્લે કાર્ડ સાથે યોજવામાં આવી હતી. જેમાં વીજવિભાગના અધિકારી અને કર્મચારીઓ આ રૅલીમાં જોડાયા હતા.
સુરત ઘટના પગલે હિંમતનગરમાં જન જાગૃતિ પ્લે કાર્ડ રેલી યોજાઈ
પ્રાથમિક સાવચેતી રાખવામાં આવે તો વીજ કરંટથી થતી ઘટનાઓ અટકે છે. આ સપ્તાહ દરમિયાન સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વીજલાઈનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. તેમજ સુરતની ઘટના બાદ વીજ વિભાગ સત્વરે જાગૃત બની રહ્યું છે.