- સાબરકાંઠાના ઇડર ના મહીવાલ ગામે દીપડાનો હુમલો
- દીપડાએ હુમલો કરતા પિતાને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા
- સ્થાનિકોમાં ફેલાયો ગભરાટ
સાબરકાંઠા : જિલ્લામાં આવેલા ઇડર તાલુકાના મહીવાડા ગામે શનિવારના રોજ ખેતરમાં કામ કરતા પિતા-પુત્ર પર અચાનક દીપડાએ કરેલા હુમલાના પગે પિતા ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલ ખસેડાયા છે. જોકે, દીપડાએ કરેલા હુમલાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ગભરાટ સર્જાયો છે. ગત કેટલાક સમયથી સ્થાનિકો દ્વારા વન વિભાગને આ વિસ્તારમાં દીપડો હોવાની વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતા આજદિવસ સુધી વન વિભાગ કોઈપણ પ્રકારની કાર્યવાહી ન કરતા આજે અચાનક દીપડાએ હુમલો કર્યાના પગલે વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, માનવભક્ષી દીપડાએ કરેલા હુમલા બાદ વન વિભાગ સતર્ક બની છે. ત્યારે આગામી સમયમાં આવી અન્ય ઘટના ન બને તે માટે વન વિભાગના ચોક્કસ પગલા લે તેવી માગ સ્થાનિકોએ કરી છે.