સાબરકાંઠા: જિલ્લાના પ્રાંતિજ નજીકથી પસાર થતી સાબરમતી નદીના કિનારે ગલતેશ્વર નામનું પ્રખ્યાત સ્થળ આવેલું છે. જ્યાં ખાસ કરીને શ્રાવણ માસમાં લોકો દર્શન તેમજ સ્નાન કરવા માટે આવતા હોય છે. ક્યારેક આ સ્થળ મોતનું કારણ બનતું હોય છે. તાજેતરમાં સાબરકાંઠાના પ્રાંતિજ ગળતેશ્વર પાસે નહાવા પડેલા યુવક અચાનક પાણીમાં ગરકાવ થતા તેનું મોત થયું હતું.
સાબરકાંઠાઃ પ્રાંતિજ નજીક સાબરમતીમાં ડૂબી જવાથી એકનું મોત
સાબરકાંઠાના પ્રાંતિજ નજીકથી પસાર થતી સાબરમતી નદી નજીક નાહવા પડેલા યુવકનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે આવેલા પાણીમાં યુવકનું મોત થતાં પરિવાર સહિત સ્થાનિક વિસ્તારમાં ગમગીની છવાઈ છે.
etv bharat
સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે પાણીમાંથી યુવકના મૃતદેહને બહાર લાવ્યાં હતાં. તેમજ સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોધી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પ્રાંતિજ સિવિલ મોકલવામાં આવ્યો હતો.
દર વર્ષે આ વિસ્તારમાં કેટલાક યુવાનો મોતને ભેટે છે, ત્યારે આ વિસ્તાર માટે તંત્ર દ્વારા કોઈ ખાસ પગલાં લેવા જરૂરી છે.