ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના ઈડરમાં પોતાની મનમાનીથી બાંધકામ કરતી લાઈફલાઈન હોસ્પિટલને નોટિસ - Parking

સાબરકાંઠના ઈડરમાં આવેલી લાઈફલાઈન હોસ્પિટલને ઈડર નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. આ હોસ્પિટલે બોગસ નકશાના આધારે હોસ્પિટલનું બાંધકામ કર્યું છે. હોસ્પિટલમાં પાર્કિંગની પણ કોઈ વ્યવસ્થા નથી. પાર્કિંગ વિના જ હોસ્પિટલ ઊભી કરી દેવાઈ છે. નગરપાલિકાએ બાંધકામ દૂર કરવા નોટિસ ફટકારી છે, જેને લઈને સમગ્ર શહેરમાં હડકંપ મચી ગયો છે.

સાબરકાંઠાના ઈડરમાં પોતાની મનમાનીથી બાંધકામ કરતી લાઈફલાઈન હોસ્પિટલને નોટિસ
સાબરકાંઠાના ઈડરમાં પોતાની મનમાનીથી બાંધકામ કરતી લાઈફલાઈન હોસ્પિટલને નોટિસ

By

Published : Dec 31, 2020, 1:00 PM IST

  • ઈડરની પ્રખ્યાત હોસ્પિટલને ફટકારાઈ નોટિસ
  • પાર્કિંગ વિનાનું બાંધકામ કરતા અપાઈ નોટિસ
  • પાલિકાએ નોટિસ ફટકારતા શહેરમાં હડકંપ
  • દબાણ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાયો
    સાબરકાંઠાના ઈડરમાં પોતાની મનમાનીથી બાંધકામ કરતી લાઈફલાઈન હોસ્પિટલને નોટિસ

સાબરકાંઠાઃ ઈડરમાં આવેલી પ્રખ્યાત લાઈફલાઈન હોસ્પિટલને ઈડર નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારાઈ છે. હોસ્પિટલે બોગસ નકશાના આધારે કરાયેલા બાંધકામ દૂર કરવા આ નોટિસ અપાઈ છે, જેના પગલે સમગ્ર શહેરમાં હડકંપ સર્જાયો છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરની લાઈફલાઈન હોસ્પિટલે પાલિકામાં બતાવેલા નકશા મુજબ હોસ્પિટલ ન બનાવતા ઈડર નગરપાલિકાએ નોટિસ ફટકારી છે. અને સાત દિવસની અંદર બાંધકામ દૂર કરવાની ચેતવણી આપી છે.

નગરપાલિકાએ સાત દિવસનો સમય આપ્યો છે, બાંધકામ નહીં હટે તો સર્જાશે મોટી મુશ્કેલી

ઈડર નગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક સમયથી ખોટું દબાણ કરનારા તેમ જ બતાવેલા નકશા મુજબ બાંધકામ ન કરનારા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. જોકે, લાઈફલાઈન હોસ્પિટલને આ બાંધકામ દૂર કરવા માટે સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. સાત દિવસની અંદર લાઈફલાઈન હોસ્પિટલ દબાણ તેમ જ બાંધકામ દૂર ન કરે તો સમગ્ર મામલો વધુ ગરમાય તેવી પરિસ્થિતિ છે.

પાલિકાએ મંજૂર કરેલા નકશા વિરૂદ્ધ કરાયું બાંધકામ

ઈડરની લાઈફલાઈન હોસ્પિટલનું બાંધકામ પાલિકામાં દર્શાવેલા નકશાથી એકદમ વિપરીત હોવાનું સામે આવ્યું છે. એટલે કે હોસ્પિટલે પોતાની મનમાનીથી બાંધકામ કર્યું છે. એટલે નગરપાલિકાએ નોટિસ ફટકારી છે.
દબાણ કરનારા તત્વોમાં ફફડાટ...

નકશાથી વિપરીત બાંધકામ કરનારાઓ સામે નગરપાલિકાની લાલ આંખ

શહેરમાં લાઈફલાઈન હોસ્પિટલ સિવાય અન્ય પણ કેટલીક જાહેર જગ્યાઓ છે કે જ્યાં બતાવેલા નકશાથી વિપરીત બાંધકામ કરાયું છે. તેમ જ વધારાનું દબાણ પણ કરાયું હોય તેવી કેટલી જગ્યાઓ છે ત્યારે આગામી સમયમાં શરૂ કરેલી આ કાર્યવાહી સમગ્ર શહેરમાં હડકંપ ફેલાવે તો નવાઈ નહીં. જોકે, આગામી સમયમાં પાલિકા તંત્ર અન્ય કોઈ વ્યક્તિઓની નોટિસ આપવામાં આવી નથી ત્યારે આગામી સમયમાં દબાણ કરનારા તત્વો માટે પણ આજની નોટિસ ફફડાટ ફેલાવનારી બની રહી છે. જોકે, નકશા મુજબ બાંધકામ ન કરવા તેમ જ દબાણ કરનારા તત્વો માટે ઈડર પાલિકાએ ફટકારેલી નોટિસ આગામી સમયનું આશાવાદ ગણી શકાય તેમ છે ત્યારે જોવું એ રહે છે કે આગામી સાત દિવસમાં પાલિકા દ્વારા અપાયેલી નોટિસમાં પગલી લાઈફલાઈન હોસ્પિટલ કેટલું બાંધકામ દૂર કરે છે.

ABOUT THE AUTHOR

...view details