ગુજરાત

gujarat

ETV Bharat / state

નાગપંચમીઃ સાપ દૂધ નથી પીતાં, એને પૂજો પણ સાથે છે રક્ષણની જરૂર - Snake protection

સમગ્ર ભારતમાં કેટલીય જાતિના સાપ જોવા મળે છે. જો કે 15 પ્રકારના સાપ ઝેરી હોય છે. ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ચાર પ્રકારના સાપ ઝેરી હોય છે. જે કોઈપણ વ્યક્તિ માટે મૃત્યુનું કારણ બનતા હોય છે. સાપને જો પરેશાન ન કરાય તો એ ક્યારેય કોઈને કરડતાં નથી. આજે નાગપંચમી છે જેની સમગ્ર ભારત વર્ષમાં ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ રહી છે ત્યારે ખેડૂતોના મિત્ર ગણાતાં સાપની આજે હાલત અને તેની દશા ઉપર વિશેષ અહેવાલ.

નાગપંચમીઃ સાપ દૂધ નથી પીતાં, એને પૂજો પણ સાથે છે રક્ષણની જરુર
નાગપંચમીઃ સાપ દૂધ નથી પીતાં, એને પૂજો પણ સાથે છે રક્ષણની જરુર

By

Published : Aug 8, 2020, 3:50 PM IST

હિંમતનગરઃ સાબરકાંઠામાં છેલ્લાં કેટલાય વર્ષોથી હજારો સાપને પકડી સુરક્ષિત જગ્યાએ પહોંચાડી દેતાં નિકુંજ શર્માનું માનવું છે કે સાપનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે. સાપ એ ખેડૂત મિત્ર છે અને તેના થકી ઉંદર દેડકા સહિત અન્ય કેટલાય નાના-મોટા સરિસૃપોને કાબૂમાં રાખવાનું કામ સાપ દ્વારા થાય છે.

જો કે, ખેડૂતોની અજ્ઞાનતાના કારણે કેટલાક વર્ષોમાં સાપ ધીરે ધીરે ઘટી રહ્યાં છે. ત્યારે નાગપંચમીના દિવસે માત્ર નાગની પ્રતીમાનું પૂજન કરવું એનાથી પણ મોટી વાત એ છે કે નાગ કે સાપનું રક્ષણ કરવું જરૂરી છે. આજના તબક્કે મોટાભાગના મંદિરો તેમ જ જાહેર સ્થળો ઉપર કોઈપણ પ્રકારનો સરિસૃપ દેખાય તો તેને તાત્કાલિક ધોરણે લોકો દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવે છે. ત્યારે નાગ કે સાપને મોતને ઘાટ ઉતારતાં પહેલા કોઈપણ પશુપ્રેમીને જાણ કરવામાં આવે તો તેના દ્વારા સુરક્ષિત સ્થાને મૂકવો જરૂરી બને છે.

નાગપંચમીઃ સાપ દૂધ નથી પીતાં, એને પૂજો પણ સાથે છે રક્ષણની જરુર

સામાન્ય રીતે કોઈપણ પ્રકારના સાપ માસાહારી હોય છે. જો કે, કેટલાક સમયથી ભૂખ અને તરસને કારણે કદાચ દૂધ જેવી વસ્તુ લઇ લે તો તેનું મોત થતું હોય છે. તેમ જ જ્યારે કોઈ પણ પ્રકારનો ઝેરી કે બિનઝેરી સાપ કરડે તો તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ પહોંચી તબીબી સારવાર લેવી જરૂરી છે. તાત્કાલિક ધોરણે લેવાયેલી સારવાર કોઈપણ પ્રકારના સર્પદંશમાંથી બચાવવા જરૂરી બની રહે છે.

નાગપંચમીઃ સાપ દૂધ નથી પીતાં, એને પૂજો પણ સાથે છે રક્ષણની જરુર
ખેતરોમાં ઊભા પાકને નુકસાન કરતાં જીવોથી બચાવતાં સાપનું જૈવવિવિધતાના સંતુલનમાં ખાસ સ્થાન છે. હવેના સમયમાં તેની પૂજા કરતાં હત્યા વધુ થઈ રહી છે. ત્યારે વનવિભાગ દ્વારા આ મામલે નક્કર પગલાં લેવાય તે જરૂરી છે. જો કે આવું ક્યારે બનશે તે કોઇ કહી શકે તેમ નથી.

ABOUT THE AUTHOR

...view details