સાબરકાંઠાના હિંમતનગરના ચાંદરણી ગામે 35 વર્ષના ભવાનજી ઠાકોરની હત્યા કરી તેમના મૃતદેહને ખેતરમાં દાંટી દીધો હતો. સમગ્ર ધટનાની જાણ એક સબંધીએ કરી હતી. જેના પગલે પોલીસ સહિત મામલતદારની હાજરીમાં બાજરીના ખેતરમાં ખોદકામ શરૂ કરવામાં આવ્યુ હતું.
સાબરકાંઠામાં એક મહિના બાદ ખુલ્યો સંબંધોની હત્યાનો ભેદ - hasmukh patel
સાબરકાંઠા: શહેરના હિંમતનગરના ચાંદરણી ગામે 35 વર્ષના યુવકની હત્યા કરવામાં આવી હતી. જે મામલે પોલીસ સહિત મામલતદાર ઘટના સ્થળે પહોચી એક માસ બાદ જમીનમાંથી મૃતદેહને બહાર કાઢી વધુ તપાસ હાથ ધરાઈ છે.
સાબરકાંઠામાં એક મહિના બાદ ખુલ્યો હત્યાનો ભેદ
જેમાં ભવાનજી ઠાકોરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સમગ્ર હત્યા સામાન્ય એવી જમવાની બાબતે થતા કાકાના દીકરાએ જ હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. જેના પગલે પોલીસે હાલમાં બે યુવકોની અટકાયત કરી છે. મૃતદેહને પૉસ્ટમૉટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો છે. પરંતુ એક મહિના બાદ સામાન્ય બાબતે સબંધોની હત્યા થયાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે.