સાબરકાંઠાના શિક્ષકોની બબાલને પગલે ડોભાડા પ્રાથમિક શાળામાં તાળાબંધી - gujaratinews
સાબરકાંઠા: જિલ્લામાં આવેલા વડાલી તાલુકાના ડોભાડા પ્રાથમિક શાળામાં છેલ્લા કેટલાક સમયથી શિક્ષકોના અંદરો-અંદર તકરાર ચાલી રહી છે. જેના પગલે શિક્ષકોની અંદરોઅંદર તકરારને લઈને બાળકોના માનસપટ પર ખરાબ અસર ન પડે એવી ધારણાને પગલે શાળાને તાળાબંધી કરવામાં આવી છે.
સાબરકાંઠાના શિક્ષકોની બબાલને પગલે ડોભાડા પ્રાથમિક શાળામાં તાળાબંધી કરાઈ
આ અંગે ગામ લોકો તેમજ વાલીઓ દ્વારા શિક્ષકોને વારંવાર રજુઆત કર્યા છતાં કોઈ નિર્ણય ન લેવામાં આવ્યો ન હતો. ત્યારે આજરોજ શાળાને તાળા બંધી કરવામાં આવી હતી. તેમજ જ્યાં સુધી શિક્ષકોની બદલી નહીં કરવામાં આવે ત્યાં સુધી બાળકોને સ્કૂલમાં મોકલવામાં આવશે નહી. આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. જોકે વાલીઓ તેમજ શિક્ષકોના આ નિર્ણયને પગલે સમગ્ર શિક્ષણ જગતમાં બાળકોના ભવિષ્ય માટે કોઈ જાગૃત નથી અને સ્કુલની તાળાબંધીથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાય છે એ વાત નક્કી છે.