સાબરકાંઠાઃ જિલ્લાના વધુ 5 દર્દીઓએ કોરોનાને માત આપી સાબરકાંઠા જિલ્લામાં કુલ 51 દર્દી કોરોના મુક્ત થઈ ઘરે પરત ફર્યા છે.
સાબરકાંઠામાં વધુ 5 દર્દીને રજા અપાઈ, કુલ 51 દર્દીએ કોરોનાને હરાવ્યો - Sabarkantha Korona News
સાબરકાંઠા જિલ્લાના વધુ 5 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જેથી જિલ્લામાં કુલ કોરોના મુક્ત દર્દીએની સંખ્યા 51 થઇ છે.
સાબરકાંઠા જિલ્લાના વધુ 5 દર્દી કોરોના મુક્ત બનતા રજા અપાઇ હતી. જિલ્લાની તબીબી ટીમ દ્વારા કોરોનાના દર્દીઓને સઘન સારવાર મુક્ત બનાવી પોતાના ઘરે મોકલવામાં આવ્યા છે. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના 67 વર્ષીય મધુબેન બારોટ, જોડમેરૂના 43 વર્ષીય રંજીતકુમાર ગામેતી, વડાલીના થુરવાસના 77 વર્ષીય કાંતિલાલ દરજી, બાબસરના 57 વર્ષીય ઇશ્વરભાઇ દરજી, ઇડર બડોલીના 21 વર્ષીય યુવતી શેફાલી પાટીલે કોરોનાને માત આપી સ્વસ્થ થઈ ઘરે જવા રજા અપાઇ હતી.
અત્યાર સુધીમાં જિલ્લામાં 51 દર્દી કોરોના મુક્ત થઈ પોતાના ઘરે પરત ફર્યા છે. તેમજ દર્દીઓને ઘરે જતા 4 ત્રિપલ લેયર માસ્ક સેનેટાઇઝરની બોટલ તેમજ પરિવાર સાથે હાલ 7 દિવસ હોમ ક્વોરેન્ટાઇન રહેવા શિક્ષણ આપવામાં આવ્યું છે.