વિજયનગર: વીજકંપનીની બેદરકારીના લીધે ખેડૂતોના ઘઉંના પાકમાં આગ લાગતા લાખોનું નુકસાન - Gujarati news
સાબરકાંઠાઃ વિજયનગરના ચિઠોડામાં ખેડૂતોના ઘઉંના ઉભા પાકમાં આગ લાગી હતી. જેના પગલે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું
સ્પોટ ફોટો
શનિવારે અચાનક ચિઠોડા વિસ્તારમાં આવેલા ઘઉંના પાકમાં વીજ વાયરના તણખા પડતા આગ લાગી હતી. જેના પગલે આ વિસ્તારના સ્થાનિકો તાત્કાલિક ધોરણે આગ લાગેલા વિસ્તાર સુધી દોડી આવ્યા હતા. આગ ઓલવવાનો પ્રયાસ કરવાથી જેના પગલે આગ પર કાબુ મેળવાયો હતો.