ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાઃ ખેડબ્રહ્માના બાળક અને માતાએ કોરોનાને હરાવ્યો

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકાના વરતોલના ચાર વર્ષના વંશ અને તેની માતા કોરોનાને હરાવી આજે પોતાના ઘરે પરત ફર્યા હતા.

Khedbrahma's child and mother defeated Corona
ખેડબ્રહ્માના બાળક અને માતાએ કોરોનાને હરાવ્યો

By

Published : May 31, 2020, 7:57 PM IST

હિંમતનગરઃ સાબરકાંઠામાં ખેડબ્રહ્માના વરતોલના ચાર વર્ષના વંશ અને તેની માતા કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા હતા. સાબરકાંઠા જિલ્લાની તબીબી ટીમ દ્રારા કોરોનાના દર્દીઓને સઘન સારવારના અંતે અત્યારે દરરોજ કોરોનાના દર્દી કોરોના મુક્ત બની સ્વસ્થ બની પોતાના ઘરે પરત ફરી રહ્યાં છે. જેમા ચાર વર્ષનો વંશ અને તેની માતા જે સમરસ હોસ્ટેલના કોવિડ કેર સેન્ટર હિંમતનગર ખાતે સારવાર લઈ રહ્યાં હતાં. તેમણે કોવિડ કેર સેન્ટર વિશે પોતાનો પ્રતિભાવ આપ્યો હતો.

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્માના વળતોલના ચાર વર્ષીય દરજી વંશ અને તેની 24 વર્ષીય માતા અર્પિતા બેને કોરોનાને માત આપી હતી. આ અંગે જણાવ્યું કે, સરકારની આરોગ્ય સેવાઓ ઉત્તમ છે. હાલમાં કોરોનાને પરાસ્ત કરવા ખૂબ જ સક્ષમ અને આરોગ્ય વિભાગ દ્રારા સતત ખડે પગે રહીને દર્દીઓની સેવા કરવામાં આવી રહી છે. સાબરકાંઠા જિલ્લાની કોરોના ટીમ દ્રારા બે માસની બાળકી અને તેની માતાને કોરોના મુક્ત કર્યા બાદ વધુ એક માતા-પુત્રને સ્વસ્થ કરી ઘરે મોકલવામાં આવ્યાં છે.

વરતોલના ચાર વર્ષના વંશની માતા અર્પિતાબેન દરજી જણાવે છે કે, જ્યારે મને ખબર પડી કે મને કોરોના થયો છે, તો હું ખુબ ગભરાઇ ગઈ હતી. આ પછી મારા દિકરાનો ટેસ્ટ કરતા તે પણ પોઝિટિવ આવતા મારી ચિંતાનો પાર ના રહ્યો. મારા દિકરાને આ મહામારીને કારણે હોસ્પિટલની પથારીમાં પડ્યા રહેવુ પડશે, તે ચિંતા મને એક સમય માટે ગાંડી કરી દે તેવી થઈ ગઈ હતી, પરંતુ જ્યારે અમને અહીં કોવિડ કેર સેન્ટરમાં લાવવામાં આવ્યાં, ત્યારે એક દિવસમાં જ મારી બધી ચિંતાઓ દૂર થઈ ગઈ. ડૉક્ટર સાહેબે આવીને મને કહ્યું કે, ગભરાવાની જરૂર નથી. તમને અને તમારા દિકરાને કાંઇ નહીં થાય. તમે વંશને રમવા દો એને એની પ્રવૃતિ કરવા દો. તે બિલકુલ સ્વસ્થ છે. આ શબ્દોએ મને હાશકારો આપ્યો અને મારો વંશ ત્યાં રમતો ખેલતો સ્વસ્થ થઈ ગયો.

તેમણે કહ્યું કે, અહીં અમને કોઇ તકલીફ ના થાય તે માટેની તમામ તકેદારી રાખવામાં આવી હતી. સવારે ઉઠીયે ત્યારે ચા-નાસ્તાથી લઈને જમવાના સમયનું સારી રીતે ધ્યાને રાખવામાં આવ્યું છે. દર્દીઓની રોગ પ્રતિકારક ક્ષમતામાં વધારો કરવાના ઉદ્દેશ્યથી અહીં અમને આયુર્વેદિક ઉકાળા અને પોષણ યુક્ત આહાર આપવામાં આવતો હતો.

જો કે સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો દિન-પ્રતિદિન બે માસના બાળકથી લઈને 80 વર્ષ સુધીના લોકોએ કોરોનાને હરાવવામાં સફળતા મેળવી છે, જે અંતર્ગત આજે વધુ એક સિદ્ધિ સાબરકાંઠા જિલ્લા આરોગ્યતંત્ર નામે થઇ છે.

ABOUT THE AUTHOR

...view details