- સાબરકાંઠામાં કિન્નર સમાજની અનોખી પહેલ
- રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે 1 લાખથી વધારેનું દાન અર્પણ કરાયું
- સમાજ માટે નવો ચીલો ચીતર્યો
સાબરકાંઠાઃ જિલ્લાના મહાદેવપુરા ગામે આજે સ્થાનિકો સહિત વિવિધ સંગઠનો દ્વારા કિન્નર સમાજની ઉમદા આશયને બિરદાવવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે સ્થાનિક સમાજના લોકોનું બહુમાન કરાયું હતું. જેમાં હિંમતનગરના મહાદેવ પૂરાના ચેતના દે, સજ્જન દે, સોનલ દે તેમજ પ્રીતિ દેની ઉમદા વિચારને વધાવ્યો હતો. તેમજ તેમનું વિશેષ બહુમાન કરાયું હતુ.
સમાજ માટે નવો ચીલો
સામાન્ય રીતે કિન્નર સમાજના અન્ય લોકો પાસેથી યાચના થકી આર્થિક સહયોગ મેળવે છે. જોકે, રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે કિન્નર સમાજ દ્વારા 1 લાખથી વધારેની રકમ આપવાનો નિર્ણય કરી આજે રામ મંદિર નિર્માણ સમિતિના કાર્યકરોને ચેક અર્પણ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ખુશીનો માહોલ સર્જાયો હતો.
રામ જન્મભૂમિ માટે સહયોગ આપવા અપીલ
રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે કિન્નર સમાજ દ્વારા કરાયેલા સહયોગ રાશિને પગલે અન્ય લોકો માટે જાગૃતિ ફેલાવવા સક્ષમ જોકે, આ મામલે આગામી સમયમાં સ્થાનિક જનતા કેટલી જાગૃત બને છે. તે પણ મહત્વનું બની જાય છે. હાલમાં રામ મંદિર નિર્માણ સમિતિ દ્વારા છેવાડાના વ્યક્તિ ભાગીદાર થવા માટે આહવાન કરાયું છે.