આ સાબરડેરી દ્બારા આજે એક જ મહિનાની અંદર ત્રીજી વાર દૂધનો ભાવ વધારાયો છે, જેમાં 1 જુનથી ગાયમાં 620રૂપિયા અને ભેંસમાં 650 રહશે, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ સભાસદોને કીલોફેટ દીઠ રૂપિયા 20નો વધારો કરાયો છે. જેના પગલે હજારો પશુપાલકોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.
સાબરડેરીમાં 1 મહિનામાં ત્રીજી વાર દૂધમાં ભાવ વધારો - Aravalli
સાબરકાંઠાઃ સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લાની સાબરડેરી જીવાદોરી અને આધારશીલા સમાન છે. આજે સાબરડેરી દ્બારા વધુ એકવાર દૂધના ભાવ વધારતા બંને જિલ્લાના હજારો પશુપાલકોમાં ખુશી વ્યાપી છે.
સાબરડેરીમાં 1 મહિનામાં ત્રીજી વાર દૂધના ભાવ વધારો
જોકે સાબરદાણમાં ભાવમાં કોઇપણ ઘટાડો કરાયો નથી. જોકે એકબાજુ ગરમીમાં અસહ્ય વધારો થવાને પગલે 30 લાખ લીટર દૂધમાંથી 22 લાખ લીટર સુધીનો ઘટાડો થયો છે. ત્યારે દુધનો ભાવ વધારતા પશુપાલકો આનંદિત થયા છે. જોકે આજદિન સુધી સાબરદાણ તેમજ મકાઈ ભરડામાં કમરતોડ ભાવ વધારો કરાયો છે. જોકે સાબરડેરી દ્વારા આગામી સમયમાં હજુ ભાવ વધારવાના પણ સંકેત આપ્યા છે. જોકે એ ભાવ ક્યારે અને કેટલા વધશે એ તો સમય જ બતાવશે