- પોશીના તાલુકાના કાળાખેતરા ગામનો બનાવ
- તળાવના કિનારેથી આઠ વર્ષના બાળકને મગર પાણીમાં ખેંચી ગઈ
- બાળક તળાવ પાસેથી પસાર થઇ રહયો હતો તે દરમિયાન બની ઘટના
સાબરકાંઠાઃ પોશીના તાલુકાના(Poshi taluka) કાળાખેતરા ગામે આવેલ તળાવના કિનારે(Lake shore) બાળક શુક્રવારે મોડી સાંજે સાત વાગ્યાના સુમારે કાળાખેતરા ગામનો અનિલ કુમાર રાજુભાઇ ગમાર નામનું અંદાજે આઠ વર્ષનું બાળક તળાવના કિનારેથી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન તળાવમાં રહેલા મગરે અચાનક હુમલો(Crocodile sudden attack) કરી દીધો હતો. આ બાળકને મગર તળાવની અંદર પાણીમાં ખેંચી લઇ ગયો હતી. જ્યારે નજીકમાં રહેતા લોકોને આ ઘટના અંગે જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. જે બાબતે સ્થાનિક લોકો દ્વારા પોશીના વનવિભાગને જાણ કરતાં પોશીના આરએફઓ(Reason For Outage) બીસી ડાભી તેમજ આરએફઓ દીપકકુમાર નિનામા તાબડતોબ વન વિભાગની ટીમ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા.
વન વિભાગ ટીમ તાત્કાલિક ધટના સ્થળે પહોંચી
આ અંગે RFO બીસી ડાભી તેમજ દિપકકુમાર નિનામાએ જણાવ્યું કે, કાળાખેતરા ગામે તળાવમાં એક બાળકને મગર ખેંચી(The baby pulled the crocodile) ગઈ છે. આ બનાવ અંગેની જાણ મોડી સાંજે 7.00 વાગ્યાના સુમારે થઈ હતી. ત્યારબાદ તરત જ વન વિભાગ(Forest Department) ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ અંધારુ થઈ જતાં હજુ શોધખોળમાં બાળક નો મૃતદેહ મળ્યો ન હતો. જોકે હાલ આ બાળકની શોધખોળ યથાવત રાખતા તળાવના ઉંડા પાણીમાંથી બાળકનો મૃતદેહ હાથ લાગ્યો છે જેથી બાળકના પરિવારજનો સહિત સમગ્ર વિસ્તારમાં ભારે શોક છવાયો છે.
મગર દ્વારા આ તળાવમાં ત્રીજો હુમલો કરાયો