ગુજરાત

gujarat

ETV Bharat / state

હિંમતનગરમાં સર્વોદય હોટલ ખાતે સીટી ગોટ ટેલેન્ટ કાર્યક્રમનું આયોજન - function

સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરની સર્વોદય હોટલ ખાતે સીટી ગોટ ટેલેન્ટનો ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઓડિશનમાં મોટા પ્રમાણમાં યુવાનો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. તેમના દ્વારા વિવિધ કલાઓ રજૂ કરવામાં આવી હતી. આ ઓડિશન તેમની અંદર રહેલી કલા બહાર લાવાનું એક માધ્યમ બન્યું હતું.

himatnagar

By

Published : Jul 2, 2019, 1:55 PM IST

આજના યુગમાં મોબાઈલનો જમાનો આવ્યો છે. ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના બાળકોમાં રહેલી ટેલેન્ટને બહાર લાવવાનો એક અભિગમ અપનાવામાં આવ્યો છે. તેથી સાબરકાંઠાના હિંમતનગરમાં સર્વોદય હોટલ ખાતે સીટી ગોટ ટેલેન્ટનો ઓડિશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

યુવાનો દ્વારા તેમનામાં રહેલી વિવિધ ટેલેન્ટો રજૂ કરવામા આવ્યા હતા. જેમાં નાના બાળકો સહિત મોટી ઉંમરના લોકોએ પણ ભાગ લીધો હતો. યુવાનો વિવિધ પર્ફોમ્સ કરતા નજરે પડ્યા હતા. જેમાં વિવિધ કલાઓ રજુ કરવામાં આવી હતી. જેમા નાટક, ફિલ્મ સોંગ, ડાન્સ અને મિમિક્રી કરવામાં આવ્યા હતા. એક યુવતીએ નાના બાળકો સાથે યોગા પણ કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details