ગુજરાત

gujarat

ETV Bharat / state

ઈડરમાં ગરમીના કારણે લોકો પરેશાન, 42 ડિગ્રી તાપમાન નોંધાયું

સાબરકાંઠાઃ જિલ્લાના ઈડરમાં હાલ ગરમીએ જોર પકડ્યું છે. જેના કારણે દર્દીઓમાં પણ રોજબરોજ વધારો થઈ રહ્યો છે. હાલ ઓપીડી સરેરાશ 10 ટકા વધી ગઈ છે.

સાબરકાંઠા

By

Published : Apr 11, 2019, 6:44 AM IST

સાબરકાંઠામાં ગરમીનો પારો ઉંચો ચડ્યો છે. ત્યારેસાબરકાંઠા જિલ્લાનું ઇડર પણ ગરમીથી ધગધગી ઊઠયું છે. છેલ્લા બે દિવસથી ઇડરગઢના પથ્થર તપતા વાતવરણમાં ઉકળાટ વ્યાપી ગયો છે. ત્યારે બપોરના સમયે લોકો ગરમ પવન અનેલૂનાં કારણે ઘર બહાર નીકળવાનું ટાળ્યું હતું.

ઇડરમાં ગરમીના કારણે લોકો પરેશાન

તો ગરમીમાં રાહત મેળવવા માટે લોકો ઠંડાપીણા પિતા જોવા મળ્યા હતા. ગઈ કાલે ઇડરમાં 42 ડીગ્રીગરમી હતીતો આગામી42 ડીગ્રી કરતા પણ વધુ ગરમી નોંધાઇ શકે તેવી શક્યતા છે. ઈડર ખાતે આવેલી રેફરલ હોસ્પીટલમાં ગરમીને લઈને દર્દીઓનો વધારો થઈ રહ્યો છે. અત્યારે 10 ટકાથી વધુ દર્દીઓ વધ્યા છે અને આવનાર દિવસોમાં આનાથી પણ વધુ દર્દીઓનો વધારો થશે તેમાં નવાઈ નથી.

ABOUT THE AUTHOR

...view details