હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમીની અસર થવાની સંભાવનાને પગલે રવિવારે સાબરકાંઠાનું તાપમાન બપોર બાદ 43 ડીગ્રી સુધી પહોંચ્યું છે. સાબરકાંઠાના હિંમતનગરમાં બપોર બાદ ગરમીનો પારો 43 ડિગ્રી પહોંચ્યા બાદ શહેરમાં કુદરતી કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. સમગ્ર જિલ્લામાં ગરમી વધતા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે.
સાબરકાંઠામાં સર્જાયો કુદરતી કરફ્યુ, તાપમાનનો પારો 43એ પહોંચ્યો - gujarat
સાબરકાંઠાઃ સમગ્ર ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ અસર થઈ રહી છે રવિવારે સાબરકાંઠાનું તાપમાન બપોર બાદ 43 ડીગ્રી સુધી પહોંચતા શહેરમાં કુદરતી કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો.
સ્પોટ ફોટો
જોકે હજુ હવામાન વિભાગની આગાહી અનુસાર હાલમાં સાબરકાંઠા જિલ્લાને ઓરેન્જ કેપની આગાહી કરવામાં આવી છે જોકે જિલ્લામાં અત્યારથી જ આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર તંત્ર કામે લાગ્યું છે તેમજ છેવાડાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુધી ઓઆરએસ સહિત પ્રાથમિક દવાઓ પહોંચાડવામાં આવી રહી છે.