ગુજરાત

gujarat

ETV Bharat / state

Grain Black Market: હવે સરકારી સસ્તા અનાજને સગેવગે કરનારા દુકાનદારોની ખેર નહીં

સાબરકાંઠા જિલ્લામાં સસ્તા અનાજના કાળા બજારીયાઓ (Grain Black Market In Sabarkantha) સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં 23 જેટલી સસ્તા અનાજની દુકાનો સામે રેડ કરીને લાખો રૂપિયાનો દંડ (Sabarkantha Supply Officer) ફટકારવામાં આવ્યો છે.

Grain Black Market: હવે સરકારી સસ્તા અનાજને સગેવગે કરનારા દુકાનદારોની ખેર નહીં
Grain Black Market: હવે સરકારી સસ્તા અનાજને સગેવગે કરનારા દુકાનદારોની ખેર નહીં

By

Published : Jul 4, 2022, 12:41 PM IST

સાબરકાંઠા :સાબરકાંઠા જિલ્લામાં સસ્તા અનાજની દુકાનો સામે તંત્ર દ્વારા કાર્યવાહી (Sabarkantha Cheap Grain Shopkeepers) ધરવામાં આવી છે. તેને લઈને જિલ્લાના કાળા બજારીઓ તત્વોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મામલતદાર દ્વારા એક વર્ષની તપાસ પછી કડક કાર્યવાહી કરતા 23 જેટલી સસ્તા અનાજની (Himmatnagar Cheap Food Shops) દૂકાનો પર રેડ કરવામાં આવી છે. જેમાં મળતી માહિતી મુજબ 58 લાખનો (Grain Black Market in Sabarkantha) દંડ ફટકારવામાં આવ્યો છે.

સાબરકાંઠામાં સસ્તા અનાજના કાળા બજારીયાઓ સામે કાર્યવાહી

આ પણ વાંચો :છોટાઉદેપુરમાં સસ્તા અનાજની દુકાનો પર લોકોની ભીડ, APL કાર્ડ ધારકોએ મચાવ્યો હોબાળો

23 દુકાનદારો સામે કાર્યવાહી - સસ્તા અનાજનો જથ્થો સગેવગે કરનાર 23 દુકાનદારો સામે 58 લાખનો ફટકાર્યો દંડ ફટકારવામાં આવતા તંત્રએ સરાહનીય કાર્યવાહી કરી છે. આ ઉપરાંત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં 60 સસ્તા અનાજની દુકાનો (Sabarkantha Govt Cheap Food Shops) ફરિયાદો મળી હતી. તેમાંથી 23 સસ્તા અનાજની દુકાનો સામે કાર્યવાહી થઈ છે. તેમજ બીજી બાકી છે એ ગમે તે સમયે (Grain Black Market In Sabarkantha ) કાર્યવાહી થાય એમ સેવાઈ રહ્યું છે.

આ પણ વાંચો :માળીયાના કુંતાસીમાં સસ્તા અનાજ દુકાનના સ્ટોકમાં તફાવત, જથ્થો સીઝ કરાયો

કાળા બજારી તત્વોમાં ફફડાટ - મળતી માહિતી મુજબ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તમામ દુકાનદારો સામે હાઇટેક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં પણ આવ્યો હતો. જેમાં 37 દુકાનદારો સામે ગમે તે ઘડીએ કાર્યવાહી હાથ ધરાશે એવી સૂત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારીએ કડક કાર્યવાહી કરતાં કાળાબજારી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. હાલ કાળા બજારીયાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. સસ્તા અનાજની દુકાનદારોને દંડ (Sabarkantha Supply Officer) ફટકારતા અન્ય દુકાનદારોમાં ફફડાટ વ્યાપ્યો છે. તો બીજા તરફ કોલ કરી ચિંતા વ્યક્ત કરતા ઓડિયો પણ વાયરલ થયા હોવાનું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details