ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠાના હિંમતનગરમાં ગેસ પાઇપલાઇન લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

સાબરકાંઠાના હિંમતનગરમાં મંગળવારે બપોર બાદ અચાનક ગુરુકૃપા સોસાયટીમાં ગેસ લાઇનમાં આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિકોની સાવચેતીના પગલે કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.

Gas pipeline catches fire
સાબરકાંઠાના હિંમતનગરમાં ગેસ પાઇપલાઇન લાગી આગ, કોઇ જાનહાનિ નહીં

By

Published : Jun 30, 2020, 11:55 PM IST

હિંમતનગરમાં ગેસ પાઇપલાઇન લાગી આગ

  • ગુરુકૃપા સોસાયટીમાં ગેસ પાઇપલાઇનમાં અગમ્ય કારણોસર લાગી આગ
  • સ્થાનિકોએ તેમજ ફાયર ફાઈટરની ટીમે આગ પર મેળવ્યો કાબુ
  • સમયસર આગ પર કાબુ મેળવાતા જાનહાનિ ટળી

સાબરકાંઠાઃ જિલ્લાના હિંમતનગરમાં મંગળવારે બપોર બાદ અચાનક ગુરુકૃપા સોસાયટીમાં ગેસ લાઇનમાં આગ લાગતા અફરાતફરી માહોલ સર્જાયો હતો. જોકે સ્થાનિકોની સાવચેતીના પગલે કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો.

હિંમતનગરમાં પ્રતીક ગેર ગેસની પાઈપલાઈન નખાય બાદ છેલ્લા એક મહિનામાં ત્રીજો આગનો બનાવ બન્યો છે. હિંમતનગરની ગુરુકૃપા સોસાયટીમાં બપોર બાદ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જોકે ગેસની પાઇપલાઇનમાં અચાનક આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ભારે ખળભળાટ સર્જાયો હતો. ગેસની પાઇપલાઇનમાં રહેલી આગ વધુ ફેલાય તે પહેલા સ્થાનિકોએ આગ પર પાણીનો છટકાવ કર્યો હતો, તેમજ ફાયર ફાઈટરની ટીમને પણ બોલાવાઈ હતી. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે આસપાસ જગ્યા ખાલી કરી ગેસની પાઈપલાઈનમાં આવતો ગેસ બંધ કરી પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આ આગમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી.

છેલ્લા ત્રણ માસમાં ત્રણ વાર આગના બનાવને પગલે હવે પ્રતીક ઘરે પાથરેલી ગેસની લાઈન સામે પણ સવાલો ઉભા થઇ રહ્યાં છે, ત્યારે આગામી સમયમાં હિંમતનગરમાં ગેસની પાઇપલાઇન થકી કોઈ જાનહાનિ સર્જાય તે પહેલા શંકાસ્પદ લાઈવ તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તે પણ મહત્વનું બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details